શિક્ષા

વિદ્યાર્થીઓના સ્વપ્નાઓ થકી આવતીકાલના રાષ્ટ્રનું નિર્માણ’ વિષય અંતર્ગત ગુરૂકૃપા વિદ્યાલયમાં રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી

‘વિદ્યાર્થીઓના સ્વપ્નાઓ થકી આવતીકાલના રાષ્ટ્રનું નિર્માણ’ વિષય અંતર્ગત ગુરૂકૃપા વિદ્યાલયમાં રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી

સ્વતંત્ર પર્વ નિમિત્તે શાળામાં ‘પ્રાચીન ભારતથી અર્વાચીન ભારત સુધીની યાત્રા અને યુવા શક્તિ’ની થીમ સાથે ભવ્ય ઉજવણી

મોરાભાગળ સ્થિત ‘ગુરૂકૃપા વિદ્યાલય’માં 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી શાળાના પ્રાંગણમાં કરવામાં આવી હતી. સમગ્ર પ્રાંગણને સાહસ અને ત્યાગ, શાંતિ અને સત્ય તેમજ સમૃધ્ધી અને વિકાસના રંગોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિની થીમ ઉપર યુવા શક્તિની થીમ પર સુંદર રંગોળી પુરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. નૈલેષ પટેલ અને ડૉ. વિજય પટેલને આમંત્રિત કરાયા હતાં. કાર્યક્રમની શરૂઆત ભારત માતાની પૂજા કરી વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજી મુખ્ય અતિથિ ઉર્જાબેન પટેલને આવકારી મહેમાનશ્રીને શ્રીમદ ભગવદ્ ગીતા આપી તેમનું સન્માન કરી મુખ્ય મહેમાનશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઝંડાગીત અને પૂર્ણ વંદેમાતરમ્ ગીતના ગાન સાથે તિરંગાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી છલકાઈ ગયું હતું ત્યારબાદ મુખ્ય અતિથિ દ્વારા વિદ્યાર્થીઓને ‘દેશભક્તિ’ વિષય પર વક્તવ્ય અપાયુ હતુ. શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ નૈલેષ પટેલ દ્વારા ‘આઝાદીના અમુલ્ય વારસાનું જતન’ તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ વિજય પટેલ દ્વારા આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ‘હર ઘર તિરંગા અને ભારત દેશની ધડકન વંદેમાતરમ્’ નું મહત્વ સમજાવ્યુ હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો દ્વારા વક્તવ્ય રજુ કર્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત પર વિવિધ તેમજ જુદા જુદા દેશભકતોના પરિવેશ ધારણ કરીને રાષ્ટ્રપ્રેમ છલકાવતી કૃતિ રજુ કરવામાં આવી હતી. નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિનેશ લિંબાચીયા દ્વારા ‘આઝાદીની ચળવળ’ અંગે માર્ગદર્શન આપી આભાર વ્યક્ત કરાયો હતો. શાળાના વાઈસ પ્રિન્સીપાલ વંદનાબેન પટેલ દ્વારા પ્રિ-પ્રાઇમરી થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધા, ક્વીઝ કોમ્પિટીશન, જેવી દેશભક્તિ આધારીત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિજેતાઓને સર્ટિફિકટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ બાદ સૌ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છુટા પડ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button