સાધલી મદીના મસ્જિદ પાસે છોટા હાથી ટેમ્પો અને બાઈક સામસામે અથડાતાં અકસ્માત. ત્રણ માસમાં ત્રણ અકસ્માત

સાધલી મદીના મસ્જિદ પાસે છોટા હાથી ટેમ્પો અને બાઈક સામસામે અથડાતાં અકસ્માત. ત્રણ માસમાં ત્રણ અકસ્માત
કોઈ જાનહાની ના હોવાથી નુકસાન આપી સમાધાન. સ્પીડ બ્રેકર મુકવાની માંગ
શિનોર તાલુકાના સાધલી મુકામે મદીના મસ્જિદ સામે ગામમાંથી આવતા છોટા હાથી ટેમ્પો તથા બજારમાંથી ગામમાં જતી મોટરસાયકલ વચ્ચે સામ સામે અકસ્માત પણ કોઈ જાનહાની થયેલ નથી.
ગ્રામ પંચાયત દ્વારા સાધલી મુકામે હાલ વિકાસના અવિરત કામો ચાલી રહ્યા છે અને ફળ સ્વરૂપ પંચાયત ઓફિસથી બજારમાં આવવાનો રસ્તો પેવર બ્લોક થી ખૂબ જ સરસ બને છે, અને તળાવની પાળ ખુલ્લી થવાથી વાહન ચાલકો આ રસ્તા ઉપર બેફામ રીતે ગાડીઓ ચલાવી રહ્યા છે. અને જેના કારણે આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર 2026 બપોરના આશરે સવા 10 કલાકના અરસામાં ગામમાંથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો જેને મદીના મસ્જિદ થી બજાર તરફ આવવાનું હતું અને બજાર તરફથી મોટરસાયકલ ચાલક રાજુને ગામમાં જવાનું હતું, તે બંને સામસામે અથડાતા બાઈક ચાલકને સામાન્ય મૂઢમાર વાગે છે , મોટરસાયકલને થયેલ નુકસાન સામેવાળાએ આપવાનું કબુલેલ છે, જેથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
અકસ્માત સમયે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા, અને આ રસ્તા ઉપર પંચાયત દ્વારા સ્પીડ બ્રેકરો મુકાય એવી ચર્ચા કરી રહ્યા હતા. કારણ કે આ સ્થળે ત્રણ રસ્તા ભેગા થાય છે.અને અગાઉ પણ અકસ્માતો થયા છે, તારીખ 25 જૂન ના રોજ હિટાચી મશીન ના ડ્રાઈવરે તળાવની પાળ ઉપરનાં આસોપાલવના વૃક્ષને પાવડો વાગતા આસોપાલવ સિમેન્ટના પોલ પર પડતા પોલ તૂટી જતા બાઈક પર બેઠેલી એક મહિલાને વાગ્યું હતું, તારીખ 7 ઓગસ્ટના રોજ ગામની ઈકો ગાડી અને ગામના બાઈક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો, એમાં ઈકોગાડીને મોટું નુકસાન થયું હતું, આવા સતત ત્રણ અકસ્માતો થયા હોવાથી સાધલી ગ્રામ પંચાયતના સત્તાધીશો વિકાસની સાથે સાથે વિનાશ ના થાય તે માટે આવી જરૂરિયાત વાળી જગ્યાઓએ સ્પીડ બ્રેકરો મૂકે એવી માંગ છે.



