ધર્મ દર્શન
એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ શક્તિ વિંગ દ્વારા ભક્તિભાવ સાથે યોજાઈ ભવ્ય કાવડ યાત્રા

એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ શક્તિ વિંગ દ્વારા ભક્તિભાવ સાથે યોજાઈ ભવ્ય કાવડ યાત્રા
સુરત : એકલ શ્રીહરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ શક્તિ વિંગ દ્વારા રવિવારે વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ પૂજન પછી કાવડ યાત્રા નાવડી ઓવારાથી શરૂ થઈ હતી. કાવડ યાત્રામાં ભોળા બાબાની ઝાંખી, નૃત્ય નાટિકા અને સેંકડો ભક્તો નાચતા-ગાતા ચાલી રહ્યા હતા. યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સિટી લાઇટ સ્થિત રાણી સતી દાદી મંદિરે પહોંચી હતી, જ્યાં તમામ કાવડિયાઓ દ્વારા ભગવાન શિવનું વિધિવત પૂજન અને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌએ પ્રસાદ અને અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે શક્તિ વિંગના પ્રમુખ અંજુ જૈન, સચિવ જ્યોતિ ડાલમિયા અને કન્વીનર મોનિકા અગ્રવાલ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



