ગુજરાત

કરજણ–માલસર બ્રોડગેજ રેલવેના જમીન વળતર પ્રકરણમાં વહાલા દવલાની નીતિના આક્ષેપથી ચકચાર

ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત બાદ તપાસ SDM એ ખાતાં સીઝ કર્યા, કોર્ટના આદેશ પછી ખાતાં ફરી ખુલ્યા

✍🏻હસમુખ પટેલ સાધલી.
કરજણથી ચોરંદા થઈ શિનોર તાલુકાના માલસર સુધીની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માટે ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા બજેટ મંજૂર કરવામાં આવ્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે કરજણથી માલસર સુધીના રેલવે રૂટમાં આવતા વિવિધ ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવાની સત્તા કરજણના નાયબ કલેકટરને આપવામાં આવી હતી.
જમીન સંપાદન બાદ ખેડૂતોને ચૂકવવામાં આવનારા વળતર અંગે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. કેટલાક ખેડૂતોને જંત્રીના દરની સરખામણીએ અનેક ગણું વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે અન્ય ખેડૂતોને ઓછું વળતર મળ્યું હોવાની ચર્ચા શરૂ થતાં સમગ્ર પ્રકરણ વિવાદમાં આવ્યું છે.
આ મામલે ખેડૂતોમાં ઉઠેલા આક્રોશને પગલે કરજણ–શિનોર–પોરના ધારાસભ્ય દ્વારા ઓક્ટોબર મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રજૂઆત બાદ સક્ષમ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ ના ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો .તપાસ દરમિયાન જે તે ખેડૂતોના બેંક ખાતાં SDM દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા, ખાતાં સીઝ કરવા સામે કેટલાક ખેડૂતો હાઇકોર્ટ ગયા હતા. SDM દ્વારા ખાતા સીઝ કરવાનો પત્ર પરત ખેંચ્યો હતો.
ખેડૂતો દ્વારા આ સમગ્ર વળતર પ્રકરણમાં તત્કાલીન નાયબ કલેકટરની કામગીરી અને વચેટીયાની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તપાસ પહેલાં જ તત્કાલીન નાયબ કલેકટરની બદલી કરવામાં આવી હતી.
તત્કાલીન નાયબ કલેકટરની બદલી થયા પછી વળતર સંબંધિત અનેક રેકોર્ડ પણ ગુમ થયાની ચર્ચાઓ ઉઠી છે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રીતેશ ઉર્ફે પિન્ટુ પટેલ, વેમારડી દ્વારા જમીન સંપાદન અને વળતર ચૂકવણી અંગે કરવામાં આવેલી તપાસ કેવી રીતે હાથ ધરવામાં આવી, કયા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ખેડૂતોને વળતર નક્કી કરવા માટે કયા દસ્તાવેજો તથા માપદંડોનો આધાર લેવામાં આવ્યો તે અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવવા RTI અરજી કરવામાં આવતાં ખળભળાટ મચવા પામ્યો છે.
કરજણ–માલસર રેલવે લાઇનના જમીન વળતર પ્રકરણમાં ઉઠેલા આક્ષેપો સાથે અધિકારીઓ અને વચેટીયાઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થાય અને સમગ્ર હકીકત દસ્તાવેજો સાથે જાહેર કરવામાં આવે તેમ કરજણ તાલુકા કોગ્રેસ પ્રમુખે મિડિયા સમક્ષ જણાવ્યું હતું.
જેની જમીન સંપાદન થઈ છે, તેવા ખેડૂતોની SDM દ્વારા મીટીંગ કરીને કેટલો એવોર્ડ મંજુર કરવામાં આવ્યો છે , તે જણાવેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જમીન વળતરના આ ઉહાપોહ થી વચેટીયાઓમાં પણ ફફળાટ વ્યાપેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button