ચોર્યાસી તાલુકાના વાંઝ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઈ

ચોર્યાસી તાલુકાના વાંઝ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઈ
કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓના લાભો જરૂરીયાતમંદોને મળી રહે તે માટે ઓડિટની કામગીરી કરવામાં આવે છે*
સામાજિક ઓડિટ નિયામક અને ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગરના માર્ગદર્શનમાં નાણાકીય વર્ષ દરમિયાન સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ –આંગણવાડી અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર (પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોચે તે હેતુથી રાજ્યભરમાં સામાજિક ઓડીટની કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના વાંઝ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટર દીપક જાયસવાલની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
સામાજિક ઓડિટર દીપક જાયસવાલે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મળતા લાભ અંગે પૃચ્છા કરી કામોની ભૌતિક ચકાસણી-સ્થળ તપાસ કરી હતી. નેશનલ લાઇવલીહૂડ મિશન અંતર્ગત ગામમાં સખી મંડળ ઉભું કરી યોજનાકીય લાભો લેવા સાથે મહિલાઓ ને રોજગારી માટે પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રીય સામાજિક સહાય યોજનાના પેન્શન લાભાર્થીઓની મુલાકાત તથા પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના અંતર્ગત NFSA કાર્ડ ધારકોને મળતા અનાજના જથ્થા કે રેશન કાર્ડ સંબંધિત કોઈ સમસ્યાનો નિવારણ માટેની માહિતી આપી હતી. સરપંચ હિનાબેન પટેલે ગામના પ્રશ્નોનો નિકાલ અંગે વિગતો આપી હતી. આ તકે તલાટી મુળુ રાઠોડ, પંચાયતના પૂર્વ હોદેદારો, અગ્રણીયો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.