લાઈફસ્ટાઇલ

તહેવારોમાં તનૈરાનું ‘સોળ શૃંગાર’: પોતાને અરીસામાં નિહાળવાની એ ક્ષણની ઉજવણી, જેને દરેક મહિલા સમજે છે

  • તહેવારોમાં તનૈરાનું ‘સોળ શૃંગાર’: પોતાને અરીસામાં નિહાળવાની એ ક્ષણની ઉજવણી, જેને દરેક મહિલા સમજે છે
  • ટાટા ગ્રૂપની બ્રાન્ડ તનૈરા પોતાના નવા અભિયાનમાં એ લાગણીને રજૂ કરી રહી છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને પેઢીઓની મહિલાઓ માટે જાણીતી અને આત્મીય છે.
  • અમદાવાદ, 15 ઑક્ટોબર 2026: ભારતમાં શૃંગાર માત્ર સજવા-સંવરવાનું નામ નથી, પરંતુ દરેક મહિલા સાથે જોડાયેલી એક અંગત લાગણી પણ છે. અલગ-અલગ પ્રદેશો, સમુદાયો અને પેઢીઓમાં શૃંગાર કરવાની રીતો ભલે જુદી હોય, પરંતુ કેટલીક બાબતો એવી છે, જેને દરેક મહિલા સમજે છે. જેમ કે, ઘરની બહાર નીકળતાં પહેલાં એક વાર અરીસામાં પોતાને નિહાળવું.
  • કોઈ ઉત્સવ માટે તૈયાર થતી વખતે આવું ઘણી વાર બને છે. ક્યારેક ઘરના અરીસા સામે, ક્યારેક લિફ્ટમાં, કારની બારીમાં કે કાચના દરવાજામાં પોતાનું પ્રતિબિંબ જોઈને મહિલાઓ સાડીનો પાલવ સરખો કરે છે, ઘરેણાંને યોગ્ય જગ્યાએ ગોઠવે છે અથવા વાળની કોઈ લટને વ્યવસ્થિત કરે છે. ઘણી વાર તો કંઈપણ સરખું કરવાની જરૂર હોતી નથી. બસ, એક ક્ષણ થોભીને પોતાને જોવાનું મન થાય છે. આ ક્ષણ કોઈ બીજા જેવા દેખાવા માટે નથી, પરંતુ પોતાને જેવી છે તેવી જ પસંદ કરવા અને પોતાની સુંદરતાને બિરદાવવા માટે હોય છે. ત્યારબાદ તેઓ ફરી પોતાની રોજિંદી દુનિયામાં પરત ફરે છે.
  • ટાટા ગ્રૂપની બ્રાન્ડ તનૈરા પોતાના નવા ફેસ્ટિવ અભિયાન અને ‘સોળ શૃંગાર’ કલેક્શન દ્વારા આ જ લાગણીને રજૂ કરી રહી છે. ભારતીય પરંપરાઓમાં શૃંગારનું વિશેષ સ્થાન રહ્યું છે. આ અભિયાનમાં તેને આજના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે. તેમાં સજવા-સંવરવાના આનંદની સાથે એ નાનકડી ક્ષણને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જ્યારે કોઈ મહિલા થોડી ક્ષણો માટે માત્ર પોતાના વિશે વિચારે છે અને પોતાને નિહાળે છે.
  • તનૈરાનું ‘સોળ શૃંગાર’ ફેસ્ટિવ કલેક્શન ભારતની વિવિધ શૃંગાર પરંપરાઓથી પ્રેરિત છે. આ પરંપરાઓને આજની મહિલાઓની પસંદગી અને જરૂરિયાતોને અનુરૂપ નવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે. સિલ્ક, ઑર્ગેન્ઝા, ટિશ્યૂ, તસર અને તહેવારોમાં પહેરાતી વિશિષ્ટ વણાટવાળી સાડીઓના આ કલેક્શનમાં દેશનાં જાણીતાં વણાટ કેન્દ્રોની ઝીણવટભરી કારીગરીને તનૈરાની આગવી ડિઝાઇન સાથે જોડવામાં આવી છે. પરંપરાગત કળા, સુંદર મોટિફ્સ અને બારીક ડિઝાઇન મળીને એવી સાડીઓ તૈયાર કરે છે, જે ભારતીય વસ્ત્રોની સુંદરતાને ઉજાગર કરે છે.
  • ફેસ્ટિવ અભિયાન દરમિયાન તનૈરા પાસેથી ખરીદી કરનારા ગ્રાહકોને ખાસ ગિફ્ટ વાઉચર્સ પણ આપવામાં આવી રહ્યાં છે. આ ઑફર દેશભરમાં આવેલા તનૈરાના સ્ટોર્સ પર લાગુ પડે છે. નિયમો અને શરતો લાગુ.
  • શૃંગારની જેમ જ તનૈરાની સાડીનો હેતુ તેને પહેરનારી મહિલાને નવું રૂપ આપવાનો નહીં, પરંતુ તેની પોતાની સુંદરતાને વધુ નિખારવાનો છે. તે સાડીને પોતાના જૂના પારિવારિક ઘરેણાં સાથે પહેરે, તેને નવા અંદાજમાં ડ્રેપ કરે અથવા પોતાની રીતે શણગારે, દરેક સાડી તેના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. સાડી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, પરંતુ સાડી અને શૃંગારને સંપૂર્ણતા તો તે પોતે જ આપે છે.
  • આ અભિયાનનો મુખ્ય સંદેશ છે— ‘આપથી જ પૂર્ણ, દરેક શૃંગાર’. તેની પાછળ એક સરળ, પરંતુ મહત્ત્વપૂર્ણ વિચાર છે કે શૃંગારનો અર્થ કોઈ બીજા જેવું બનવું નહીં, પરંતુ પોતાને વધુ સારી રીતે અનુભવવો છે. પરંપરાઓ, પહેરવાની શૈલીઓ અને ઘરેણાં ભલે અલગ-અલગ હોય, પરંતુ તેમાં જીવંતતા મહિલા જ ઉમેરે છે. તેની પોતાની પસંદગી, તેનું વ્યક્તિત્વ અને પોતાને જોવાનો તેનો દૃષ્ટિકોણ જ દરેક શૃંગારને પૂર્ણ બનાવે છે.
  • આ ફિલ્મમાં વિવિધ સંસ્કૃતિઓ અને ઉંમરની પાંચ મહિલાઓને દર્શાવવામાં આવી છે, જે તહેવાર માટે તૈયાર થવાની ભાગદોડમાં વ્યસ્ત છે. તેમની જીવનશૈલી, શૃંગારની રીતો અને વિધિઓ ભલે જુદી હોય, પરંતુ તૈયાર થતી વખતે દરેક મહિલા પોતાને નિહાળવા માટે એક ક્ષણ તો જરૂર કાઢે છે. ત્યારબાદ, એક ઉત્સવ દરમિયાન તેમની નજર એક વયસ્ક મહિલા પર પડે છે, જે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને છેલ્લી વાર પોતાનો શૃંગાર સરખો કરે છે. આ જોઈને બધી મહિલાઓ એકબીજા સામે જોઈને સ્મિત કરે છે. તેઓ કંઈ બોલતી નથી, કારણ કે કંઈ કહેવાની જરૂર જ નથી. આ એવી ક્ષણ છે, જેને તેઓ સૌ સમજે છે.
  • આ નાનકડી ક્ષણ દ્વારા ‘સોળ શૃંગાર’ એ લાગણીને રજૂ કરે છે, જે ભારતીય મહિલાઓ વચ્ચે પેઢીઓથી ચાલી આવી છે. મહિલાઓના સજવા-સંવરવાના અંદાજ સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ પોતાને નિહાળવાનો અને પોતાની સુંદરતાને બિરદાવવાનો આનંદ આજે પણ એવો જ છે.
  • અભિયાન વિશે ટાઇટન કંપની લિમિટેડમાં તનૈરાના સીએસએમઓ સોમપ્રભ સિંહે જણાવ્યું:
  • “સાડી સમગ્ર ભારતને જોડતી એક સુંદર કડી છે. વિવિધ પ્રદેશો, પેઢીઓ અને જીવનના જુદા-જુદા તબક્કાની મહિલાઓ તેને પોતાની આગવી રીતે પહેરે છે અને તેના દ્વારા પોતાના વ્યક્તિત્વ તથા પસંદગીને વ્યક્ત કરે છે. ‘સોળ શૃંગાર’ દ્વારા અમે આ જ વિવિધતાની ઉજવણી કરવા માગીએ છીએ. આ કલેક્શનમાં તહેવારો દરમિયાન સજવા-સંવરવાના વિવિધ અંદાજ જોવા મળશે, પરંતુ તેના કેન્દ્રમાં હંમેશાં મહિલા જ રહેશે. અંતે, દરેક સાડી, દરેક લુક અને દરેક શૃંગારને ખાસ બનાવે છે તે મહિલા પોતે જ છે.
  • આ જ વિચાર સાથે અમારો સંદેશ જોડાયેલો છે—‘આપથી જ પૂર્ણ, દરેક શૃંગાર’.”
  • ફેમસ ઇનોવેશન્સની કલ્પના અને પૅપ ફિલ્મ્સના નિર્માણ હેઠળ તૈયાર થયેલું તનૈરાનું ‘સોળ શૃંગાર’ ભારતીય પરંપરા સાથે જોડાયેલી એક જૂની લાગણીને આજના સમયમાં નવા અંદાજમાં રજૂ કરે છે. આ અભિયાન મહિલાઓ પોતાની પસંદગી પ્રમાણે પોતાને જે વિવિધ રીતે સજાવે છે અને આત્મવિશ્વાસ સાથે પોતાના અંદાજને ખાસ બનાવે છે, તેની ઉજવણી કરે છે.
  • ફેમસ ઇનોવેશન્સના ચીફ ક્રિએટિવ ઑફિસર અને મેનેજિંગ પાર્ટનર સેન્થિલ કુમારે જણાવ્યું:
  • “અમે આ વિચાર સાથે શરૂઆત કરી હતી કે ભારતીય મહિલાને અરીસામાં પોતાને નિહાળવા માટે પોતાનો સમય મળવો જોઈએ. તે આરામથી તૈયાર થાય છે અને પોતાનો સોળ શૃંગાર પૂર્ણ કરે છે, જ્યારે બહારની દુનિયા તેની રાહ જોતી રહે છે. પરંપરામાં શૃંગારના 16 તબક્કાઓ જણાવવામાં આવ્યા છે, પરંતુ આજની મહિલા તેને પોતાની પસંદગી પ્રમાણે સજવા-સંવરવાની રીત તરીકે જુએ છે. તૈયાર થવાનો સાચો આનંદ એમાં જ છે કે તે દરેક વિધિને પોતાના અંદાજમાં ઢાળે છે, જ્યાં સુધી તે સંપૂર્ણપણે તેની પોતાની પસંદગી ન બની જાય.
  • ઘણી વાર આ ક્ષણ ઘરની બહાર નીકળતાં પહેલાં આવે છે. કોઈ તેને પહેલેથી જ બોલાવી રહ્યું હોય છે, ફોન વાગી રહ્યો હોય છે, ઉત્સવ શરૂ થઈ ગયો હોય છે, છતાં તે કહે છે, ‘એક મિનિટ.’ બિંદી થોડી ખસી જાય છે, વાળ ફરીથી સરખા કરવાનું મન થાય છે, સાડીનો પાલવ અલગ અંદાજમાં ગોઠવાય છે. સાડી તેના રૂપને પૂર્ણતા આપે છે, પરંતુ તે તેને પોતાની રીતે પહેરે છે. કારણ કે આ નાનકડી ક્ષણ સંપૂર્ણપણે તેની પોતાની હોય છે. થોભવાની, અરીસામાં પોતાને જોવાની અને પોતાના એ રૂપને ઓળખવાની ક્ષણ, જે તેને સૌથી વધુ પોતાનું લાગે છે.
  • તનૈરાની હાથવણાટથી તૈયાર થતી શુદ્ધ સિલ્કની સાડીઓ મહિલાના શૃંગારને દરેક રીતે પૂર્ણ બનાવે છે. તેના માટે આ માત્ર પરંપરાને નિભાવવાની રીત નથી, પરંતુ પોતાની પસંદગીથી કરેલી પસંદગી છે. તનૈરા તેને પોતાની પરંપરા અને વારસાને પોતાના અંદાજમાં અપનાવવાની તક આપે છે.
  • વિવિધ મહિલાઓ, ઘરો, શહેરો અને ઉત્સવોમાં આવી અનેક નાનકડી ક્ષણો જોવા મળે છે, જ્યારે મહિલાઓ પોતાને નવેસરથી ઓળખે છે. તેઓ સંપૂર્ણપણે તૈયાર હોય છે અને તેમનો લુક પણ સુંદર હોય છે, છતાં પોતાના માટે છેલ્લી ઘડીએ કંઈક બદલવાનું કારણ શોધી જ લે છે. સહજ રીતે તેઓ એક ક્ષણ માટે થોભે છે અને પોતાને નિહાળવા લાગે છે. જોતજોતામાં એ ક્ષણ એક મિનિટમાં ફેરવાઈ જાય છે. આ પોતાને અને પોતાની સુંદરતાને ઓળખવાનો સમય હોય છે. અને જ્યાં સુધી તે પોતાના માટે આ સમય લે છે, ત્યાં સુધી દુનિયા તેની રાહ જોતી રહે છે.”
  • દિગ્દર્શક રિયા સિંહે જણાવ્યું:
  • “મહિલાઓને તેમના પોતાના દૃષ્ટિકોણથી જોતા તેમના પર ફિલ્મ બનાવવી એ એક અદ્ભુત તક હતી. આ ફિલ્મની લાગણી મને ખૂબ પોતાની અને જાણીતી લાગી. જ્યારે મેં તેની સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે તેમાં મને મારી જાત, મારી માતા, બહેન, મિત્રો અને મારી ઓળખની દરેક મહિલાની ઝલક જોવા મળી.
  • આપણે સૌ સુંદર છીએ, પરંતુ રોજિંદાં કામો, બીજાની સંભાળ રાખવી, કંઈક હાંસલ કરવું અને આસપાસના લોકો માટે સતત વધુ સારું કરવાની દોડધામમાં આપણે પોતાને જોવાનું જ ભૂલી જઈએ છીએ. આ ફિલ્મ મને પોતાના માટે થોભવાની, પોતાને જોવાની અને પોતાની સુંદરતાને બિરદાવવાની એક નાનકડી યાદ અપાવવા જેવી લાગી. તેથી મેં તેને સંપૂર્ણ નિષ્ઠા અને દિલથી બનાવવાનો પ્રયાસ કર્યો. આ ફિલ્મ એવા અનુભવો પર આધારિત હતી, જે મેં પોતે અનુભવ્યા છે અને મારી આસપાસની મહિલાઓને જીવતા જોયા છે.
  • અમે અલગ-અલગ પૃષ્ઠભૂમિની વાસ્તવિક મહિલાઓને પસંદ કરી અને એ નાનકડી ક્ષણોને કૅમેરામાં કેદ કરી, જ્યારે કોઈ મહિલા સહજ રીતે અરીસામાં પોતાને જુએ છે. એ ક્ષણોમાં દેખાતી સંકોચની લાગણી, આત્મીયતા અને કોમળતાને દર્શાવવી જરૂરી હતી. હું ઇચ્છતી હતી કે ફિલ્મમાં દેખાતી દરેક મહિલા આપણને કોઈ જાણીતી મહિલા જેવી લાગે. કૅમેરાથી પણ અમે તેમને એ જ આત્મીયતાથી જોયાં, જે આત્મીયતાથી તેમની તસવીરો લીધી.
  • મને આશા છે કે આ ફિલ્મ જોઈને મહિલાઓ તેમાં પોતાની ઝલક જોશે, તેમને લાગશે કે તેમને પણ સમજવામાં આવે છે અને જોવામાં આવે છે, અને તેઓ પોતાને નિહાળવા માટે થોડો સમય કાઢશે. ભલે માત્ર એક મિનિટ માટે જ કેમ ન હોય.”
  • ફિલ્મ સાથે જોડાયેલી ટીમ
  • ક્રિએટિવ એજન્સી: ફેમસ ઇનોવેશન્સ
  • ચીફ ક્રિએટિવ ઑફિસર અને મેનેજિંગ પાર્ટનર: સેન્થિલ કુમાર
  •  દિગ્દર્શક: રિયા સિંહ
  • પ્રોડક્શન હાઉસ: પૅપ ફિલ્મ્સ
  • નિર્માતાઓ: પુષ્કર કેલકર અને આનંદ કુસુમાકર
  • લેખિકા: ગાયત્રી બોરકર
  • આર્ટ ડિરેક્ટર્સ: અજિત સાહુ, રમેશ કૃષ્ણન અને અર્જુન શંકર
  • ક્લાયન્ટ સર્વિસિંગ: મયંક પટેલ, યશસ્વિની રાઠોડ અને નતાશા કુમાર
  •  પ્લાનર્સ: ગોકુલ નાયર અને શિવાંગી ડે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button