ગુજરાત

શિનોર પંચાયતે રૂપિયા 20 લાખના ખર્ચે મેઇન બજાર થી અંબાજી ચોક ના પેવર બ્લોકના રસ્તા નું સચિન પટેલે લોકાર્પણ કર્યું

શિનોર પંચાયતે રૂપિયા 20 લાખના ખર્ચે મેઇન બજાર થી અંબાજી ચોક ના પેવર બ્લોકના રસ્તા નું સચિન પટેલે લોકાર્પણ કર્યું
મહિલા સરપંચ કિન્નલબેન પટેલ ની આગેવાની માં પાંચ વર્ષમાં પાંચ કરોડ ઉપરાંતના વિકાસ કામો ગામમાં કરાયા
શિનોર મુકામે ગ્રામ પંચાયત દ્વારા આશરે 20 લાખ નાં ખર્ચે અંબાજી ચોક થી મેઈન બજાર સુધી, અને અઢીભાગ વિસ્તાર મા પેવર બ્લોક નાખી ગામના આગેવાન સચિન પટેલ નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ નાં કામો ની વણજાર લગાવી હોય , તમામ વિસ્તાર વણઝારીવાસ, વાઘરીવાળ, કોલોની વિસ્તાર, નાની ભાગોળ નાં વિસ્તારો મા પેવર બ્લોક, ગટર લાઈન, તેમજ જરૂરી સંરક્ષણ દીવાલ નાં કામો અલગ અલગ ગ્રાન્ટ તથા સ્વભંડોળ માંથી પૂર્ણ કરતા ગ્રામજનો મા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે. અને ગ્રામ પંચાયત નાં મહિલા સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નિતિન ખત્રી તેમજ ગ્રામ પંચાયત નાં સદસ્યોં ની કામગીરી થી સંતોષ સાથે પાંચ વર્ષ મા આશરે 5 કરોડ જેટલાં વિકાસ નાં કામો ગામના આગેવાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને એપીએમસી ચેરમેન સચિન પટેલ નાં માર્ગદર્શન હેઠળ કરાતા તમામ પંચાયત ની ટીમ નાં ગ્રામજણોમાં વખાણ થઈ રહ્યા છે. આજ રોજ ગ્રામ પંચાયત દ્વારા મા આદ્યશક્તિ નાં નોરતા પહેલા અંબાજી મંદિર નાં ચોક થી મેઈન બજાર સુધી સુંદર કલર વાળા ડિઝાઇન મા પેવર બ્લોક ની કામગીરી કરેલ તેનું લોકાર્પણ ઉપ સરપંચ નીતિન ખત્રી ,ગ્રામ પંચાયત નાં સદસ્યોં, વેપારીઓ અને ગ્રામજનો ની ઉપસ્થિતમાં ગામ આગેવાન સચિન પટેલ નાં હસ્તે કરવામાં આવતા માઁ નાં ચોક માઁ ગરબા રમતા ખૈલાયાઓમા આનંદ ની લાગણી સાથે પંચાયત ની કામગીરી નાં વખાણ કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે સચિન પટેલ દ્વારા ગ્રામ પંચાયત ની હિત રક્ષક પેનલ દ્વારા છેલ્લા પાંચ વર્ષ મા વિકાસ નાં કામો દરેક વિસ્તાર મા આવરી લઇ દરેક ગ્રામજનો નો વિશ્વાસ જીતી લીધો હોય પંચાયત નાં સત્તાધીશો નો ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button