ગુજરાત
સુરત સારથી પરિવાર દ્વારા બે જરૂરિયાતમંદ દીકરીઓનું કરાયું કન્યાદાન

સુરત સારથી પરિવાર દ્વારા બે જરૂરિયાતમંદ દીકરીઓનું કરાયું કન્યાદાન
સુરત સારથી પરિવાર દ્વારા ‘કન્યાદાન મહાદાન અભિયાન’ અંતર્ગત શુક્રવારે બે જરૂરિયાતમંદ દીકરીઓને સાડીઓ, વાસણો, કપડાં, દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ, ભેટ-સોગાદો વગેરે આપીને કન્યાદાન કરવામાં આવ્યું હતું. કન્યાદાન મહાદાન અભિયાનની શરૂઆત સુરત પોલીસ કમિશનર શ્રી વાબંગ જમીરે પોતાના હાથે દીકરીને ચુંદડી ઓઢાડીને કરી હતી. નવા જીવનની શરૂઆતમાં કોઈપણ પ્રકારની અછતનો સામનો ન કરવો પડે તે હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કન્યાદાન મહાદાનના આ પ્રસંગે સારથી પરિવારના મોનિકા માંડોત, વિન્ની ફૂલફગર, સુનિતા લોઢા, કુસુમ કોઠારી, પીહુ અગ્રવાલ, પિંકી અગ્રવાલ, હંસા, પ્રેક્ષા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



