ગુજરાત

સ્પેક્ટ્રમ આઈ કેરનું વિસ્તરણ : 11 ઓક્ટોબરે ZEISS VisuMax SMILE pro ટેકનોલોજીનું લોકાર્પણ

સ્પેક્ટ્રમ આઈ કેરનું વિસ્તરણ : 11 ઓક્ટોબરે ZEISS VisuMax SMILE pro ટેકનોલોજીનું લોકાર્પણ
ચશ્માના નંબર દૂર કરવા સાથે રેટિના, કોર્નિયા, મોતિયા, ઝામર, ત્રાંસી આંખ અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની સારવાર હવે એક જ સ્થળે
સુરત, 8 ઓક્ટોબર। સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને છેલ્લા 25 વર્ષથી આંખોની સારવારની અદ્યતન સેવાઓ પૂરી પાડતી સ્પેક્ટ્રમ એડવાન્સ આઈ કેર અને સ્પેક્ટ્રમ આઈ મેક્સ દ્વારા દર્દીઓ માટે સારવારની સુવિધાઓનું વધુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. અડાજણ ગામ, અડાજણ-હજીરા રોડ પર આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે વિશ્વસ્તરીય તબીબી ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ચશ્માના નંબર દૂર કરવા માટેની અત્યાધુનિક ZEISS VisuMax SMILE pro ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાનું 11 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. દર્દીઓને ચશ્માના નંબરથી મુક્તિ મેળવવા માટે સુરક્ષિત, આધુનિક અને વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ટેકનોલોજીનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું.
હોસ્પિટલ સંચાલનના જણાવ્યા અનુસાર, આંખોની સારવારના ક્ષેત્રમાં સતત નવી ટેકનોલોજી અને સારવાર પદ્ધતિઓ વિકસિત થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર સુવિધાઓનું સમયાંતરે આધુનિકીકરણ કરવામાં આવે છે. હોસ્પિટલમાં રેટિના અને કોર્નિયાની સારવાર માટે પૂર્ણ સમય નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મોતિયાના ઓપરેશન, ત્રાંસી આંખના ઓપરેશન તેમજ આંખોની વિવિધ બીમારીઓના નિદાન અને સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હોસ્પિટલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હેઠળ નોંધાયેલ હોવાનું જણાવાયું છે. અહીં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન પણ કરવામાં આવે છે. ઉપરાંત આંખમાં થતી ઝામર (ગ્લોકોમા) જેવી ગંભીર બીમારીઓના નિદાન, નિષ્ણાત પરામર્શ અને જરૂરી શસ્ત્રક્રિયાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આંખોની સારવારના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ન્યુરોઓપ્થેલ્મોલોજી અને ઓક્યુલોપ્લાસ્ટિક્સ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની સેવાઓ પણ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે. આંખોની સંપૂર્ણ તપાસથી લઈને નિદાન અને સારવાર સુધીની વિવિધ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહે તે રીતે કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે.
સેન્ટરના સંચાલન અને દર્દીઓની સારવાર માટે આશરે 20 તબીબોની નિષ્ણાત ટીમ કાર્યરત છે. આ ઉપરાંત સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા આપતા નિષ્ણાત તબીબો પણ જરૂરી સારવાર અને વિશેષ તબીબી સલાહ માટે કેન્દ્રની મુલાકાત લે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button