ઉધનાની સુમન હાઇસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઉધનાની સુમન હાઇસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
Lવિદ્યાર્થીઓને રોડ સેફ્ટી, સાયબર અવેરનેસ, પોસ્કો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન

સુરત: આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે ઉધનાની સુમન હાઇસ્કૂલ નંબર-૬ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત, જિલ્લા ન્યાયાલય સુરત અને સુરત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી, સાયબર અવેરનેસ, નશામુક્ત ભારત અભિયાન અને પોસ્કો એક્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે સુરત શહેર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.પી. વળવી, પીએસઆઈ શ્રી એ.એન. પાટીલ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ અને PLV શ્રી બ્રિજેશ એમ. વર્માએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના એડવોકેટ શ્રી ભરતભાઈ પંડિત અને PLV શ્રી પ્રદિપભાઈ શિરસાઠે કાનૂની અધિકારો અને સાયબર સુરક્ષા વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ બાવિસ્કર સહિતના મહાનુભવોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.



