ગુજરાત
કરજણ થી કરનાળી- વાયા સાધલી -સેગવા- ચાણોદની બે ટાઈમ બસ શરૂ

✍️હસમુખ પટેલ સાધલી.
કરજણ ડેપો દ્વારા આજરોજ તારીખ 27 નવેમ્બર 2026 ના રોજ સવારે 06:00 કલાકે કરજણ ડેપો માંથી કરજણ થી કરનાળી જવા માટે એસટી બસ ઉપડશે. જે વાયા કુરાલી-સાધલી-સેગવા- વણીયાદ-નાના કરાળા – ચાંદોદ થઈ ને 07:20 કલાકે કરનાળી પહોંચશે. અને આજ બસ કરનાળી થી કરજણ આવવા માટે 07:30 કલાકે ઉપર મુજબ ના રૂટે પરત આવવા માટે ઉપડશે.તથા બપોરે 15:20 કલાકે કરજણ થી કરનાળી જવા માટે ઉપડશે. અને કરનાળી 16:40 કલાકે પહોંચશે. અને કરનાળી થી 16:50 કલાકે ઉપડી ને કરજણ 18:10 કલાકે પહોંચશે. માં નમૅદા ના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ ચાંણોદ ખાતે ધાર્મિક વિધિ કરવા માટે આવતા ભક્તો ને સુગમતા પડશે. આજથી આ રૂટ ઉપર આ બસ સેવા ચાલુ કરાતાં આ પંથકના ગામોમાં આનંદ વ્યાપેલ છે.



