વ્યાપાર

બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સે એક વર્ષ પૂર્ણ કર્યું, પ્રથમ જ વર્ષમાં રોકાણકારોને ડબલ ડિજિટ વળતર આપ્યું

બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સે એક વર્ષ પૂર્ણ કર્યું, પ્રથમ જ વર્ષમાં રોકાણકારોને ડબલ ડિજિટ વળતર આપ્યું

મુંબઈ, 31 જુલાઈ, 2026 – બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેના બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સે (એફઓએફ) લોન્ચ થયાનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ ફંડે 30 જૂન, 2025થી સ્થાપના બાદથી 10.31 ટકા વળતર આપીને તેમજ તેના બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ સ્કીમે એક વર્ષમાં 10.67 ટકાનું વળતર આપ્યું છે, જ્યારે તેના સંયુક્ત બેન્ચમાર્કે 10.38 ટકાનું વળતર આપ્યું હતું. પરિણામે, લોન્ચ સમયે કરવામાં આવેલ રૂ. 1 લાખનું રોકાણ માત્ર એક વર્ષથી થોડા વધુ સમયમાં વધીને અંદાજે રૂ. 1.11 લાખ થયું છે.

ઇક્વિટી, ડેટ અને સોનામાં કરવેરા કાર્યક્ષમ તથા વૈવિધ્યસભર રોકાણનો વિકલ્પ

બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ એવા રોકાણકારો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ એક જ રોકાણ દ્વારા વિવિધ એસેટ વર્ગોમાં વૈવિધ્યસભર રોકાણ કરવા માંગે છે. આ સ્કીમ ઇક્વિટી, ડેટ અને સોનામાં રોકાણ કરે છે, જેમાં બજારની બદલાતી પરિસ્થિતિઓ અને રોકાણની તકોને ધ્યાનમાં રાખીને ફંડ મેનેજમેન્ટ ટીમ દ્વારા વિવિધ એસેટમાં રોકાણનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે.

આ એસેટ એલોકેશન વ્યૂહરચનાનો હેતુ મૂડીમાં વૃદ્ધિ અને પોર્ટફોલિયોની સ્થિરતા વચ્ચે સંતુલન જાળવવાનો છે, સાથે જ રોકાણકારોને બજારના વિવિધ ચક્રોમાં ભાગીદારી કરવાની તક પણ મળે છે. ઇક્વિટી આધારિત મલ્ટી એસેટ એફઓએફની સરખામણીએ આ ફંડ ઓછા ઉતાર-ચઢાવ સાથે જોખમને અનુરૂપ સ્થિર વળતર આપવાનો પ્રયાસ કરે છે.

24 મહિનાથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખનાર રોકાણકારો 12.50 ટકાના દરે (ઉપરાંત લાગુ સરકારી ચાર્જીસ) લાંબા ગાળાના મૂડીલાભ કરનો લાભ મેળવી શકે છે. આ કર વ્યવસ્થા ઇક્વિટી આધારિત ફંડ્સ જેવી જ છે.

આ સ્કીમ ત્રણેય એસેટ ક્લાસમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ અને આવક સર્જવાનો પ્રયાસ કરે છે.

વાસ્તવિક મલ્ટી એસેટ પોર્ટફોલિયોને દર્શાવે તે પ્રકારે તૈયાર કરાયેલ બેન્ચમાર્ક

આ સ્કીમ નીચે મુજબના સંયુક્ત બેન્ચમાર્ક સામે તેના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે:

• 60 ટકા નિફ્ટી કમ્પોઝિટ ડેટ ઇન્ડેક્સ

• 20 ટકા નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ

• 20 ટકા ભારતીય રૂપિયામાં સોનાની કિંમત

આ બેન્ચમાર્ક ફંડના વૈવિધ્યસભર અને સક્રિય રીતે સંચાલિત રોકાણ અભિગમને દર્શાવે છે.

ઓછામાં ઓછા રોકાણ સાથે સરળ અને સુલભ રોકાણની તક

બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ એફઓએફને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિવિધ પ્રકારના રોકાણકારો માટે વૈવિધ્યસભર રોકાણ સરળતાથી ઉપલબ્ધ બની રહે.

રોકાણકારો નીચે મુજબ શરૂઆત કરી શકે છે:

• લઘુત્તમ એકસામટું રોકાણ: રૂ. 1,000

• વધારાનું રોકાણ: રૂ. 1 અને ત્યારબાદ તેના ગુણાંકમાં

માસિક એસઆઈપી: રૂ. 500થી શરૂઆત અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં

આ સ્કીમ પર કોઈ એન્ટ્રી લોડ લાગુ પડતો નથી. મધ્યમ ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા માટે, રોકાણની તારીખથી એક વર્ષની અંદર યુનિટ્સ રિડીમ અથવા અન્ય યોજનામાં સ્વિચ કરવામાં આવે તો 1 ટકાનો એક્ઝિટ લોડ વસૂલવામાં આવે છે. લાંબા ગાળે સંપત્તિ નિર્માણ માટે વ્યાવસાયિક રીતે સંચાલિત રોકાણનો વિકલ્પ એક જ રોકાણ ઉકેલમાં ઇક્વિટી, ડેટ અને સોનામાં સક્રિય રીતે સંચાલિત રોકાણનો સમાવેશ કરીને બરોડા બીએનપી પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ શિસ્તબદ્ધ એસેટ એલોકેશન દ્વારા રોકાણકારોને લાંબા ગાળે સંપત્તિ સર્જવાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થવાનો ઉદ્દેશ ધરાવે છે. આ સ્કીમ રોકાણકારોને વિવિધ એસેટ ક્લાસમાં પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટની સુવિધા આપે છે, જેથી તેમને પોતાનો પોર્ટફોલિયો વારંવાર સંતુલિત કરવાની જરૂર રહેતી નથી. તેથી વૈવિધ્યસભર અને લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના અપનાવવા ઇચ્છતા રોકાણકારો માટે આ એક યોગ્ય વિકલ્પ બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button