ગુજરાત

વિધિના નામે વૃદ્ધાને રૂ.14.97 લાખનો ચૂનો લગાવનાર પાર્થ જોષીની જામીન અરજી રદ

  • વિધિના નામે વૃદ્ધાને રૂ.14.97 લાખનો ચૂનો લગાવનાર પાર્થ જોષીની જામીન અરજી રદ
  •  એડવોકેટ અશ્વિન જોગડિયાની ધારદાર દલીલને પગલે  કોર્ટે જામીન નકાર્યા
  •  સોના-ચાંદીના દાગીના અને રોકડની રિકવરી બાકી હોવાથી આરોપીની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી
  • સુરત : ફસાયેલાં નાણાં કઢાવવા ભુવા વિધિ કરવાના બહાને દાગીના સહિત રૂ.૧૪ લાખ ઉપરાંતની મત્તા પડાવી લેવાના એક કેસમાં ભરૂચના પાર્થ જોષીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુરતના વતની અને હાલ ભરૂચના ઝાડેશ્વર સ્થિત મંગલ દર્શન સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધા અલ્કાબેન અંબાલાલ સોનીના ફસાયેલા રૂ. ૮ લાખ પરત કઢાવી આપવાના બહાને કર્મકાંડી પાર્થ પરેશભાઈ જોષી (રહે. 74, માનસ નગર સોસાયટી, ઝાડેશ્વર, ભરૂચ)એ ‘ભુવાની વિધિ’ કરવાનો દાવો કર્યો હતો. વિધિમાં મૂકવાના નામે આરોપીએ ફરિયાદી પાસેથી તબક્કાવાર ૮૦.૦૨ ગ્રામ સોનાના ઘરેણાં (કિંમત રૂ. ૧૧.૪૬ લાખ), ૧૩૦ ગ્રામ ચાંદીના દાગીના (કિંમત રૂ. ૩૨,૫૦૦/-) અને રૂ. ૩.૧૮ લાખ રોકડા મળી કુલ રૂ. ૧૪,૯૭,૦૮૫/- ની મત્તા પડાવી લીધી હતી. જો કે બાદમાં પોતે છેતરાયા હોવાનું ભાન થતા તેમણે પોલીસ ફરિયાદ આપી હતી. જેથી આરોપીએ પોલીસ પકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં તપાસ કરનાર અમલદારે સોગંધનામું રજૂ કર્યું હતું. જયારે અલ્કાબેને એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે નોટરી રૂબરૂનું સોગંધનામું રજૂ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
  • સુનાવણી દરમિયાન બન્ને સોગંદનામાને ધ્યાને લેતા કોર્ટે નોંધ્યું કે, પોલીસે આરોપી અને ફરિયાદી વચ્ચેના વોટ્સએપ વોઇસ કોલ રેકોર્ડિંગ પણ પેનડ્રાઇવમાં કબ્જે કર્યા હતા, જેમાં આરોપી દાગીના પરત આપવાના વાયદા કરતો સંભળાય છે. આરોપીએ તપાસમાં કોઈ સહકાર આપ્યો નથી અને તે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. ઉપરાંત, મુદ્દામાલ (સોના-ચાંદીના દાગીના અને રોકડ) રિકવર કરવાનો બાકી છે અને આરોપીના કસ્ટોડિયલ ઇન્ટરોગેશન (કસ્ટડીમાં પૂછપરછ)ની જરૂરિયાત છે. અંતે કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવાનો આદેશ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button