મોરોક્કોમાં કૂતરાઓના સંહાર વિરુદ્ધ અમદાવાદના બાળકોનો પોકાર અને યુવાનોની આંતરરાષ્ટ્રીય અપીલ

મોરોક્કોમાં કૂતરાઓના સંહાર વિરુદ્ધ અમદાવાદના બાળકોનો પોકાર અને યુવાનોની આંતરરાષ્ટ્રીય અપીલ
મોરોક્કોમાં કૂતરાઓના નરસંહારના વિરોધમાં અમદાવાદમાં પ્રખર રાષ્ટ્રવાદી સંસ્કૃતિ પ્રેમી અને ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો, આ ઉપરાંત તપોવન યુથ એલુમ્ની ગ્રુપ (TYAG) ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી હિમાંશુ શાહે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરીને આ મુદ્દાને વૈશ્વિક મંચ પર લઈ ગયા.
બાળકોનો પોકાર:
23 જાન્યુઆરી, 2025ના રોજ, તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ મોરોક્કોમાં કૂતરાઓના નરસંહાર વિરુદ્ધ એક અભૂતપૂર્વ અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કર્યું. બાળકોએ પોતાના હાથમાં બેનરો અને હૃદયમાં કરુણા સાથે મોરોક્કો સરકારને FIFA 2030 પહેલાં 30 લાખ રખડતા કૂતરાઓના નરસંહારની યોજના રદ કરવા માટે અપીલ કરી. આ પ્રદર્શનમાં બાળકોએ ગીતો, કવિતાઓ, નાટકો અને ભાષણો દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કૂતરાઓ પ્રત્યેની સંવેદના દર્શાવી.
બાળકોએ “કૂતરાઓને બચાવો”, “નરસંહાર બંધ કરો” જેવા સૂત્રો લખેલા બેનરો અને પોસ્ટરો તૈયાર કર્યા. કેટલાક બાળકોએ તો વિશેષ રૂપમાં પણ વેશપરિધાન કર્યું હતું. તેમના ભાવનાત્મક ભાષણો, ગીતો, કવિતાઓ અને નાટ્ય પ્રસ્તુતિ દ્વારા તેમણે સૌને મોરોક્કોમાં થઈ રહેલા અત્યાચારોથી વાકેફ કર્યા. “કૂતરાઓને બચાવો”, “નરસંહાર બંધ કરો”, “મોરોક્કો શરમાઓ” જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. જેના કારણે મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાઈ. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શન અંગે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. લોકોને eMail, Tweet અને soical media પર પોસ્ટના માધ્યમેં પોતાની લાગણી પહુંચાડવા અનુરોધ કર્યો.
યુવાનોની આંતરરાષ્ટ્રીય અપીલ:
બાળકોના આ પ્રયાસોને વધુ બળ આપતા, શ્રી હિમાંશુ શાહે મોરોક્કોના રાજદૂત અને FIFA ના ચેરમેનને અપીલ પત્રો લખીને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. મોરોક્કોના રાજદૂતને લખેલા પત્રમાં, શ્રી શાહે મોરોક્કો અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરીને, મોરોક્કો સરકારને પ્રાણી કલ્યાણ માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે મોરોક્કોમાં 30 લાખ રખડતા કૂતરાઓ અને બિલાડીઓના નરસંહારની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી અને કૂતરાઓ અને બિલાડીઓના નરસંહાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા, અને 2030 FIFA વર્લ્ડ કપ દરમિયાન રખડતા પ્રાણીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનો બનાવવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા.
FIFA ના ચેરમેનને પણ પત્ર લખીને શ્રી શાહે મોરોક્કોમાં પ્રાણી કલ્યાણ માટે પગલાં લેવા વિનંતી કરી.
શ્રી શાહે બંને પત્રોમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો ઉલ્લેખ કરીને “વસુધૈવ કુટુમ્બકમ” અને “જીવો અને જીવવા દો* ના સિદ્ધાંતો પર ભાર મૂક્યો. તેમણે મોરોક્કોને આ સિદ્ધાંતોને અનુસરીને પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા વિનંતી કરી. મોરોક્કોના અધિકારીઓને અપીલ કરતા કહ્યું કે, કલ્પના કરો કે એક નાનકડું ગલુડિયું પોતાની માતાની હત્યા જોઈ રહ્યું છે, આવા 30 લાખ અબોલ જીવોના દ્રશ્ય કેટલા હૃદયદ્રાવક હશે! આવી ઘટનાઓ ફક્ત પીડા જ નહીં, પરંતુ રોગચાળા અને બીમારીઓનું કારણ પણ બની શકે છે. ચાલો, આ હિંસાનો અંત લાવીએ અને કરુણા અપનાવીએ. વૈજ્ઞાનિક અને માનવીય પદ્ધતિઓ દ્વારા આપણે નિર્દોષ પ્રાણીઓનું કલ્યાણ કરી શકીએ છીએ અને તેમના માટે સુરક્ષિત અને દયાળુ દુનિયા બનાવી શકીએ છીએ. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે, બાળકો અને યુવાનો પ્રાણી કલ્યાણ માટે કેટલા સંવેદનશીલ છે અને તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ખચકાતા નથી. આશા રાખીએ કે આ પ્રયાસો ફળીભૂત થશે અને મોરોક્કો સરકાર કૂતરાઓના નરસંહાર અંગે પોતાનો નિર્ણય બદલશે.