ગુજરાત

શિનોરમાં ‘એકના ડબલ’ની લાલચમાં ઠગાઈ: કોર્ટના આદેશથી ફરિયાદીને ૩૦ લાખની રકમ પરત મળી

શિનોરમાં ‘એકના ડબલ’ની લાલચમાં ઠગાઈ: કોર્ટના આદેશથી ફરિયાદીને ૩૦ લાખની રકમ પરત મળી
શિનોર પોલીસ મથકે અઘોરી પ્રથા, કાળો જાદુ અને એકના ડબલ ની ફરિયાદ ના આરોપીઓ પાસેથી રૂપિયા 30 લાખ પરત મેળવી કોર્ટના હુકમથી પોલીસે ફરિયાદીને પરત આપેલ છે.
શિનોર પોલીસ સ્ટેશને તારીખ 8 -11- 2025 ના રોજ ફરિયાદી નિલેશભાઇ ઓમપ્રકાશ અગ્રવાલ, બોડેલી દ્વારા આરોપીઓ ગોપીનાથ બાબા ઉર્ફ બેલીમ ,પાનસોરા તા.ઉમરેઠ, તથા ઝાકીરભાઇ, દક્ષેશ ઠાકર, ભૌમિક ઠાકર, ત્રણ નાના કરાડા સામે રૂપિયા 30 લાખ એકના ડબલ કરવાની લાલચ આપીને પડાવી લઈ છેતરપિંડીની ફરિયાદ કરેલ હતી. તેની તપાસ પી.આઇ.ગોહિલ કરી રહ્યા હતા, અને તપાસ દરમિયાન તમામ આરોપીઓને ઝડપી પાડી ને મુદ્દા માલના રૂપિયા 30 લાખ કબજે કરેલ હતા. સાધલીના યુવાન ત્રિપુટી એડવોકેટ આર.એફ.ગીરાસીયા, આસીફ આઈ. નકુમ તથા પર્વતસિંહ કુષવાહા દ્વારા શિનોરના પ્રિન્સિપાલ સિવિલ જજ (એમ.એસ.સૈયદ) સાહેબ ની કોર્ટમાં BNSS ની કલમ 497 મુદ્દા માલ પરત મેળવવાની અરજ કરેલ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તારીખ 27 માર્ચ 2026 ના રોજ પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક.શિનોર દ્વારા શરતોને આધીન ₹ 29 લાખ 80 હજાર પરત મેળવવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને બમણી રકમના જામીન તથા તેટલી જ રકમના બોન્ડ રજૂ કર્યેથી આ રકમ પરત સોંપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ મુજબ તારીખ 17 એપ્રિલ 2026 ના રોજ શિનોર ના નવા મુકાયેલા પી.આઇ.આર.આર.વસાવા દ્વારા ફરિયાદી નિલેશભાઈ ઓમ પ્રકાશ અગ્રવાલ બોડેલી વાળા ને રૂબરૂમાં આપેલા છે. આ ગુનાને ડિટેક્ટ પી.આઇ. બી. એન.ગોહિલે કર્યો અને ફરિયાદીને રોકડા રૂપિયા 30 લાખ આપવાના હુકમનું પાલન પી.આઈ. આર.આર.વસાવાએ કર્યુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button