કાળઝાળ ગરમીમાં મનન વિદ્યાલયના સેવાભાવી શિક્ષકો દ્વારા મુસાફરોને ઠંડી છાશનું વિતરણ

કાળઝાળ ગરમીમાં મનન વિદ્યાલયના સેવાભાવી શિક્ષકો દ્વારા મુસાફરોને ઠંડી છાશનું વિતરણ
સાધલી : શિનોર તાલુકા ના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય દ્વારા આજરોજ ઉનાળાની સખત ગરમીમાં મુસાફરોને રાહત રહે તે માટે સાધલી બસ સ્ટેન્ડ ઉપર ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું.
સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય દ્વારા શૈક્ષણિક કાર્ય , ઉપરાંત રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તથા અન્ય સેવાભાવી કાર્યો કરવામાં આવે છે. તે મુજબ આજરોજ તારીખ 18 એપ્રિલ 2026 ને શનિવારના રોજ સવારના 10 થી બપોરના 12 સુધી ઉનાળાની સખત ગરમીમાં મુસાફરો તથા રાહદારીઓને રાહત રહે તથા લુ લાગવાથી બચે તે હેતુથી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળ પર આશરે 50 લિટર ઉપરાંત ઠંડી છાશનું વિતરણ કરાતાં એસટી બસના મુસાફરો સહિત રાહદારીઓએ તેનો લાભ લીધો હતો, આ કાર્ય સમયે શાળાના એમ.ડી. યશ પંડ્યા તથા શિક્ષિકાબેનોએ સેવા આપી હતી. તથા સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે માટે ખાલી ગ્લાસ વ્યવસ્થિત ડસ્ટબીનમાં નાખવામાં આવ્યા હતા.



