પાકિસ્તાનની જેલમાં કેદ ૩૫ભારતીય માછીમારો સહિત ૩૬ લોકોને ૩૦મીએ મૂક્ત કરવામાં આવશે

પાકિસ્તાનની જેલમાં કેદ ૩૫ભારતીય માછીમારો સહિત ૩૬ લોકોને ૩૦મીએ મૂક્ત કરવામાં આવશે
ભારત અને પાકિસ્તાનની જળસીમા નજીક હોવાના કારણે અવારનવાર બન્ને દેશોની સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોને પકડી લેવામાં આવે છે. હાલ પાકિસ્તાનની જેલમાં રહેલા 35 માછીમારો અને એક સીવિલયન મળી કુલ 36 લોકોને પાકિસ્તાન સરકાર મુક્ત કરશે. તેમ પાકિસ્તાન-ઈન્ડીયા ફીશ એન્ડ ડેમોક્રેશીના કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય છે માછીમારોના અપહરણ સમયાંતરે મુક્ત કરવામા આવે છે, પરંતુ બોટને મુક્ત કરવામા આવતી નથી. હાલ પાકિસ્તાની જેલમાં 188 જેટલા ભારતીય માછીમારો બંધક છે. તે પૈકીના 35 માછીમારો અને એક સીવીલીયન મળી કુલ 36 લોકોને મુક્ત
હજુ પણ પાકિસ્તાનની જેલમાં ૧૫૦થી વધુ માછીમારો કેદ છે, માછીમારો વાઘા બોર્ડરેથી ટ્રેન મારફતે વેરાવળ આવશે
કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે માછીમારોને મુક્ત કરવામાં આવશે.
કર્યો છે. આ માછીમારો આગામી માછીમારો ટ્રેન મારફત વેરાવળ તા. 30 એપ્રિલના વાઘા બોર્ડરે આ આવશે તેમાં પાકિસ્તાન-ઈન્ડીયા
ફીશ એન્ડ ડેમોક્રેશીના કારોબારી સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, મુક્ત કરાયેલા મોટાભાગના માછીમારો ગુજરાતના હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પોરબંદરના બે માછીમારોનો પણ સમાવેશ થાય છે. જે 35 જેટલા માછીમારો અને એક સીવીલીયન મુક્ત થવાના છે તેમની યાદી પણ જાહેર કરવામાં આવી છે. માછીમારોની મુક્તિના સમાચારને પગલે માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પાકિસ્તાનની જેલમાં 153 જેટલા માછીમારો બંધક છે. તેમને પણ વ્હેલીતકે મુક્ત કરવામાં આવે તેવી માગ થઇ રહી છે.