વૈશ્વિક OSV ઓપરેટર એસ્ટ્રો ઓફશોરનો 80% હિસ્સો
વૈશ્વિક OSV ઓપરેટર એસ્ટ્રો ઓફશોરનો 80% હિસ્સો
અદાણી પોર્ટસે USD 185 મિલિયનમાં હસ્તગત કર્યો
- APSEZ એસ્ટ્રો ઑફશોર ગ્રૂપ (“એસ્ટ્રો”)માં 80% હિસ્સો મેળવવા માટે USD 185 મિલિયનમાં ઓલ-કેશ ડીલમાં કરેલો એક નિશ્ચિત કરાર જે USD 235 મિલિયનની EV અને 4.4x નો EV/FY25E EBITDA સૂચવે છે.
- હાલના એસ્ટ્રોના પ્રયોજકો બાકીનો 20% હિસ્સો ધરાવશે
- એસ્ટ્રો 26 ઓફશોર સપોર્ટ વેસેલ્સ (OSVs) ના વૈવિધ્યસભર, આધુનિક કાફલાની માલિકી અને EPC, તેલ અને ગેસ તેમજ રીન્યુએબલ્સ ઉદ્યોગમાં ટાયર-1 ગ્રાહકોનું પ્રભાવશાળી રોસ્ટર ધરાવે છે.
- આ સંપાદન એ APSEZના વિશ્વના સૌથી મોટા દરિયાઇ સંચાલકો પૈકીના એક બનવા તરફના પ્રયાણનો એક ભાગ છે. APSEZના વૈશ્વિક દરિયાઈ પોર્ટફોલિયોને એસ્ટ્રો વધારશે અને રોસ્ટરમાં નવા ટિયર-1 ગ્રાહકો ઉમેરશે
અમદાવાદ, ૩૦મી ઓગષ્ટ, ૨૦૨૪: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ એસ્ટ્રોમાં 80% હિસ્સો હસ્તગત કરવા માટે USD 185 મિલિયનના તમામ રોકડ સોદામાં, USD 235 મિલિયનની ઇવી સૂચિત કરવા માટેઅને EV/FY25E EBITDA 4.4x પર એક નિશ્ચિત કરાર કર્યો છે. આ સોદા અંતર્ગત પ્રથમ વર્ષથી જ મૂલ્યમાં વધારો થવાની અપેક્ષા છે.
2009 માં સ્થપાયેલ એસ્ટ્રો મધ્ય પૂર્વ, ભારત, દૂર પૂર્વ એશિયા અને આફ્રિકામાં અગ્રણી વૈશ્વિક OSV ઓપરેટર છે. એસ્ટ્રો પાસે એન્કર હેન્ડલિંગ ટગ્સ (એએચટી), ફ્લેટ ટોપ બાર્જ્સ, મલ્ટીપર્પઝ સપોર્ટ વેસેલ્સ (એમપીએસવી) અને વર્કબોટ્સ સહિત 26 ઓએસવીનો કાફલો છે અને તે જહાજ સંચાલન અને પૂરક સેવાઓ પુરી પાડે છે. 30 એપ્રિલ 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન એસ્ટ્રોએ USD 95 મિલિયનની આવક અને USD 41 મિલિયન EBITDA નોંધાવ્યો હતો. 30 એપ્રિલ 2024 સુધીમાં એસ્ટ્રો નેટ કેશ પોઝીટીવ હતી.
એસ્ટ્રો પાસે NMDC, McDermott, COOEC, લાર્સન અને ટોબ્રો અને સાઇપેમ સહિત ટિયર-1 ગ્રાહકોનું પ્રભાવશાળી રોસ્ટર છે.ઓફશોર નિર્માણ અને ફેબ્રિકેશન તથા ઓફશોર પરિવહન બજારમાં એસ્ટ્રો એક ચાવીરુપ ખેલાડી છે. મુખ્ય વૈશ્વિક EPC કોન્ટ્રાક્ટરો સાથે એસ્ટ્રોની પ્રી-ક્વોલિફાઈડ સ્થિતિ અને સમુદ્રમાં જતા વિવિધ જહાજોને ડિલિવર કરવાની ક્ષમતાએ તેને તેલ અને ગેસ ઉદ્યોગમાં ટાયર-1 ગ્રાહકોનું રોસ્ટર બનાવવા માટે સક્ષમ બનાવ્યું છે. એસ્ટ્રોના ઓફશોર પ્લેટફોર્મના નિર્માણ અને જાળવણી સમર્થિત ઉંડો અનુભવ તેને તેલ અને ગેસના ઓફશોર સંશોધન અને ડ્રિલીંગની બજારોના ગ્રાહકોને અદ્યતન પેટા સામુદ્રિક સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવે છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય ડ્રેજિંગ કંપનીઓ માટે એસ્ટ્રોના જહાજો ગંજાવર ઓફશોર બાંધકામ અને જમીન સુધારણા પ્રોજેક્ટ જેવી બહુવિધ કામગીરીને પણ ટેકો આપે છે. ગ્રાહકો સાથે મધ્યમથી લાંબા ગાળાના કરારોના કાર્યક્ષમ મિશ્રણનો એસ્ટ્રોને લાભ મળતો હોવાથી તેને વૈશ્વિક સ્તરે OSV કાફલાના મર્યાદિત પુરવઠા દ્વારા સંચાલિત, ઉચ્ચ કાફલાના ઉપયોગને જાળવી રાખવા અને ચાર્ટર દરોમાં વધારો થવાથી લાભ મેળવવાની તકો આપે છે.
APSEZ.ના સી.ઇ.ઓ. અને પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોનું સંપાદન એ વિશ્વના સૌથી મોટા દરિયાઇ સંચાલકોમાંના એક બનવા તરફની અમે કંડારેલી કેડીનો એક ભાગ છે. અમારા વર્તમાન 142 ટગ્સ અને ડ્રેજર્સના કાફલામાં એસ્ટ્રોના 26 OSVનો ઉમેરો થતા કુલ સંખ્યા 168 થઈ જશે. આ હસ્તાંતરણથી અમને અરબી અખાત, ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વ એશિયામાં અમારા પદચિહ્નને વધુ એકીકૃત કરવા સાથે ટિયર-1 ગ્રાહકોના પ્રભાવશાળી રોસ્ટરની ઍક્સેસ પણ મળશે. અમે એસ્ટ્રોના વડાઓની ટીમ સાથે નજીકથી કામ કરવા અને વર્તમાન પ્લેટફોર્મને વધારવા માટે આતુર છીએ,”
એસ્ટ્રો ઑફશોરના મેનેજિંગ ડિરેક્ટર માર્ક હમ્ફ્રેસે જણાવ્યું હતું.કે છેલ્લા 15 વર્ષોમાં અમે અમારા OSV ફ્લીટમાં વ્યૂહાત્મક રોકાણો તથા અમારા ગ્રાહકો સાથેના ગાઢ સંબંધો દ્વારા સંચાલિત પ્રભાવશાળી કંપનીનું સર્જન કર્યું છે. APSEZ સાથેની આ ભાગીદારી અમારા માટે નિર્ણાયક વળાંકનું પ્રતિનિધિત્વ કરે છે.અમે સાથે મળીને અમારા કાફલાના મિશ્રણમાં વધુ સ્કેલ અને વિવિધતા ઉમેરવા સાથે અમારા ભૌગોલિક પદચિહ્નને વિસ્તૃત કરવા અને અમારા ગ્રાહકોને વધુ ઉકેલો પહોંચાડવા માટે વૃદ્ધિને વેગ આપી શકીશું.
આ સોદા માટે કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર નથી અને પૂર્વવર્તી ઓપરેશનલ શરતોની પરિપૂર્ણતાને આધિન આ સોદો એક મહિનાની અંદર આખરી થવાની ધારણા છે,.
——-
વધુ માહિતી માટે સંપર્કઃ રોય પૌલઃ| roy.paul@adani.com