ગુજરાતના ધારાસભ્યોએ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી

ગુજરાતના ધારાસભ્યોએ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી
મંગળવારે ચોરાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ગુજરાત સરકારના અનેક ધારાસભ્યો સાથે પાંડેસરા સ્થિત લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી. લક્ષ્મીપતિ ગ્રૂપના ડાયરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું કે, ગુજરાત સરકારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, સરદારભાઈ ચૌધરી, કનુભાઈ પટેલ, પાયલ કુકરાણી, પ્રકાશભાઈ વરમોરા, ગુલાબસિંહ ચૌહાણ, દર્શના વાઘેલા સહિત ગાંધીનગર જીઆઈડીસીના અનેક અધિકારીઓ અને સુરત જીઆઈડીસીના રિજનલ મેનેજર પરમાર સાહેબ મિલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દરેક વ્યક્તિએ કપડા બનાવવાની પ્રક્રિયા સમજ્યા અને મિલમાં કામદારોને આપવામાં આવતી સુવિધાઓ વગેરે વિશે જાણકારી મેળવી. સૌએ મિલ દ્વારા અપાતી સુવિધાઓના દિલ ખોલીને વખાણ કર્યા. આ પ્રસંગે લક્ષ્મીપતિ પરિવાર દ્વારા સૌનું સન્માન કરવામાં આવ્યું હતું.