ટીંબરવા-સાધલી તરફના રોડ પરથી ઝાડી ઝાખરા દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

ટીંબરવા-સાધલી તરફના રોડ પરથી ઝાડી ઝાખરા દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો
કાયાવરોહણ થી ટીંબરવા- સાધલી તરફ આવતા રાજ્ય સરકારના તાબાના રસ્તાની આજુબાજુ ઊગી નીકળેલ ગીચ ઝાડી ,જે રસ્તા ઉપર આવી જવાથી દ્વિચક્રી વાહનો તથા મોટા વાહનો માટે નુકસાનકારક બની હતી, તે માર્ગ મકાન તંત્ર દ્વારા પાંચ – પાંચ જેટલા જેસીબી મશીનો થી સાફ કરી રસ્તો ખુલ્લો કરાવવાનું શરૂ કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે સતત વરસાદના કારણે રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયતના તમામ રસ્તાઓની આજુબાજુ ઊગી નીકળેલ લીલી ગીચ ઝાડી અને તે રસ્તા ઉપર આવી જતાં આખો રસ્તો સાંકડો અને દ્વિચક્રી વાહન માટે માથાના દુખાવા સમાન બનેલ હતો, તથા મોટા વાહનો માટે પણ નુકસાનકારક હતો ,જેથી હાલમાં ઉઘાડ નીકળતા માર્ગ મકાન તંત્ર સ્ટેટ દ્વારા કાયાવરોહણ થી ટીંબરવા અને સાધલી વચ્ચે પાંચ – પાંચ જેસીબી મશીનો મૂકીને આ ઝાડી દૂર કરી રસ્તો પહોળો કરવાનું શરૂ કરાતાં આનંદ વ્યાપેલ છે. જેસીબી મશીન જ્યારે ઝાડી જાંખરા દૂર કરવાનું શરૂ કરતું હતું ,ત્યારે ખોદાઈ ગયેલ જગ્યા ઉપર સફેદ બગલા જેસીબી ની કોઈપણ જાતની ધાક વગર ખુલ્લેઆમ જમીનમાંથી ચારો ચરી રહ્યા હતા ,તે જોઈને ઘણું અચરજ થતું હતું .આ સફેદ બગલાને કોઈપણ જાતની બીક દેખાતી નહોતી ,અને ખોદેલી આ જમીનમાંથી નીકળતા જીવ-જંતુ ,અળસિયા બિન્દાસ પણે ખાઇ રહ્યા હતા. જે આ સામેલ તસવીરમાં દેખાઈ આવે છે.