ગુજરાત

આપના મધ્યમવર્ગીય પરિવારો કેવી રીતે જીવન ગુજારે છે?

આપના મધ્યમવર્ગીય પરિવારો કેવી રીતે જીવન ગુજારે છે?

આજે મોંઘવારી બેકારી બેરોજગારી દિવસે ના વધે એટલી રાત્રે વધે છે અને રાતે ના વધે એટલી દિવસે વધે છે. મધ્યમ વર્ગના આશરે 80 કરોડ લોકો માંડ માંડ દિવસ પુરો કરે છે.

કેટલાક પરિવારોના મોભી લોન લઈ ઘર ચલાવે છે. બીમારી લગ્ન આસ્કમિક ખર્ચાઓ ઓપરેશન દવા દારૂ સ્કુલ ફી બીજા બાળકોને ભણાવવા બેફામ ખર્ચા ભાડા લાઈટ બિલ કાઢી શકતા નથી. એમાં લાંબી માંદગી લગ્ન આવે તો બહુ તકલીફ પડે છે.

આપણે હવે કોઈની તબિયત જોવા જઈએ ત્યારે રોકડા રૂપિયાનું કવર આપવાની પ્રથા ચાલુ કરવાની ખાસ જરૂર છે. બિસ્કિટ ફળો કરતા રોકડા વધારે મદદરૂપ થઈ શકે છે. લગ્નમાં આપણે જયારે ભોજનની થાળીમાં થાળી પુરેપુરી ભરાઈ ના જાય ત્યાં સુધી વાનગીઓ ભર્યા કરીએ છે. પછી આપણે ખાવાની આપણી કેપેસીટી હોય તેના કરતા બમણી વાનગીઓ થાળીમાં એઠી છોડી દઈએ છે. પણ આપણે એ યાદ રાખતા નથી કે આ લગ્ન માટે પેલા ભાઈ કેટલા વરસોથી તૈયારી કરતા હતા છતાં પૈસાનો મેળ ના બેસતા લોન લીધી છે. આપણે જે ભોજન થાળીમાં કઈ પણ વિચાર્યા વગર એઠું મુકી દઈએ છે તેના પણ હપ્તા પેલા ભાઈને પેટે પાટા બાંધી દર મહિને વ્યાજ સાથે ભરવા પડે છે. જે ભોજન આપણે આરોગતા નથી ખાતા નથી એના પૈસા પણ વ્યાજ સાથે ચૂકવવા પડે છે.

નોટબંધી પછી ગૃહિણીઓની બચત ખલાસ થઈ ગઈ છે. પરિણામે સંકટ સમયની સાંકળ જે અણીના સમયે ખુબ જ કામ લાગતી લતી. મદદરૂપ થતી હતી આપનો અર્ધો ભાર હળવો કરી દેતી હતી તે બચત ગાયબ થઈ ગઈ છે.પરિણામે ગૃહિણીઓ પોતાની રકમ સ્ત્રી ધન ગીરવે મુકવા કે વેચવા મજબુર બની છે. લાચાર મજબુર ગૃહિણીઓની મજબુરીનો લાભ ઉઠાવી એક લાખના દાગીના સામે 60 કે 70 હજાર જ આપે છે. સોનીઓ કઈ આમ ને આમ કઈ કરોડપતિ બની જતા નથી.

ગૃહિણીઓ મજબુર હોય છે મકાન માલિકને બે – ત્રણ મહીનાનું ભાડુ ચૂકવવાનું હોય છે. બે મહીનાનું લાઈટ બિલ ભરવાનું હોય છે. નહી તો લાઈટ કંપની વાલા વીજ પુરવઠો બઁધ કરી અંધારપટ કરી દે. દીકરો કે દીકરી હમણાં માંદા પડ્યા ત્યારે પાછો બહુ ખર્ચો થઈ ગયો હતો. હજુ બાળકોની સ્કુલની ફી પણ ભરવાની બાકી છે. બે વરસથી યુનિફોર્મ નવા લેવાના છે. પૈસાના અભાવે લેવાતા નથી. કરિયાણા વાલા ભાઈએ ઘણો માલ સામાન દુધ ખાંડ તેલ ઘી ઉધાર આપ્યું છે. બીજો સામાન બીજી વસ્તુઓ ઉધાર માંગવાની હિંમત નથી. બપોરે પતિ નોકરી પર હોય બાળકો સ્કૂલે હોય પોતે ઘરમાં રસોઈ બનાવતી નથી. બે વડા પાઉં ખાઈ પાણી પી ને કામ ચલાવી લે છે. કોઈ વખતે તો વડાપાઉં ના પણ પૈસા ના હોય તો ચાહ સાથે વાસી લુખ્ખી રોટલી પણ ખાઈ લે છે. ભારતના આપના દેશના આ પરિવારોની તમે એક દિવસની દિનચર્યા જોવો તો તમારી આંખોમાંથી આંસુ નીકળી જાય ઘરે જમવા બેસો તો તમારા ગળા નીચેથી ભોજનનો એક કોળિયો પણ નીચે ના ઉતરે અને આપના નફ્ફટ રાજકારણીઓ હિંદુ મુસ્લિમ મંદિર મસ્જિદ આપણે રમાડી આપણે વધુ વિનાશ પતન તબાહી તરફ આગળ ધકેલી રહ્યા છે. આપણે હજુય સમજીશું નહી સમજદારી દુરંદેશી બતાવી નહી તો એક પલ પણ વિતાવી ભારી પડશે.

વાસ્તવિક પરિસ્થિતિ આપણી હાલતને બરાબર સમજો નહી તો આપણે કોઈ બચાવી નહી શકે

પતિ રાતે બિચારો થાકી હારી લોટપોથ થઈ ઘરે આવે જે પીરસાઈ તે જમી ઘરની બહાર આંટો મારવાના બહાને નીકળી જાય છે.અને ગલીના નાકે એક ખૂણામાં ઉભો રહી આંખોમાં આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કરે છે. પતિ બિચારો આખો દિવસ કાળી સખત તનતોડ મહેનત કરી ગુજરાન ચલાવવા પ્રયાસ કરે છે ગરીબ માણસને ખાવાના ફાંફા હોય ત્યારે વ્યસન ક્યાંથી પોસાય? ભાડાનું ઘર રોજિંદા ખર્ચ પગારની મોટા ભાગની આવક એમાં જ વપરાઈ જતી હતી છતાં દર મહિને ઘટ પડતી હતી કઈને કઈ ખૂટતું જ હોય ધીમે ધીમેં સારા દિવસો આવશે એ આશામાં જીવન કાઢતો પતિ ક્યારે બહાર મિત્રો સાથે જમીને આવ્યો છું કહી ખોટું જૂઠું બોલે છે. જેથી પત્ની એક ટંક ભરપેટ ખાઈ શકે. બાળકોને એક રોટલી વધારે મળે.

ઘરનો રોજનો ખર્ચો

ભાડાનું ઘર

બાળકોના અભ્યાસ ભણતરના જાલીમ ખર્ચા

લાઈટ બિલ

કરિયાણું

દવાના ખર્ચા

સામાજિક વ્યવહાર

આવું ઘણું બધું નાનો માણસ બિચારો વગર મોતે રોજ મરી રહ્યો છે. કોઈ હાલચાલ પુછતું નથી.

હવે આપણે બધાને મારી નમ્ર વિનંતી છે કે આ લોકો જે લોક લાજે શરમ કઈ બોલી શકતા નથી ચિંતામાં ને ચિંતામાં ક્યારે ચિતા સુધી પહોંચી જાય એ પહેલા એમણે સંભાળી લો. મદદરૂપ થાવ. તરસ્યાને પાણી અને ભુખ્યાને ભોજનથી મોટો કોઈ ધર્મ નથી. આનાથી મોટુ બીજું પુણ્ય આ ધરતી પર બીજું કોઈ નથી. જીવતા ભગવાનને મદદ કરો સહારો આપો ટેકો આપો. હૂંફ આપો. આશ્વાસન આપો. બે મીઠાં શબ્દો ક્હો. મરેલા માણસોને આપણે ખભો આપવા પડાપડી કરીએ છીએ બહુ સારી વાત છે પણ મિત્રો જીવતા માણસને ટેકો આપવા પડાપડી કરીએ તો પેલા લાચાર મજબુર માણસને મરવું જ ના પડે.

” નજર વો જો દુશમન પે મહેરબા હો

ઝુબા વો જો પ્યાર કી એક દાસ્તાં હો “

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button