સાધલી મુકામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાને 125 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ

સાધલી મુકામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાને 125 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ
શિનોર તાલુકામાં સાધલી મુકામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ની સ્થાપના ગાયકવાડી રાજયના સમયમાં તારીખ 1 જાન્યુઆરી 1900 ના રોજ થયેલ હતી. તાજેતરમાં તારીખ 1 જાન્યુઆરી 2025 ના રોજ શાળાને 125 વર્ષ પૂરા થતાં શાળાના તમામ બાળકો સહિત આચાર્ય અશોક પ્રજાપતિ અને સમગ્ર શિક્ષણ સ્ટાફ દ્વારા *હેપી બર્થ ડે માય સ્કુલ* બેનરો સાથે શુભકામના આપી હતી અને તારીખ 1 જાન્યુઆરી 2025 ના નવા વર્ષ ને * વેલકમ 2025 * ના બેનરો સાથે આવકાર આપવામાં આવ્યો હતો. આચાર્ય અશોક પ્રજાપતિ દ્વારા તમામ બાળકોને આ પ્રસંગે ચોકલેટનું વિતરણ કરી મોં મીઠું કરાવ્યું હતું. તારીખ 25 જુલાઈ 2015 ના રોજ થી આ શાળાનું મકાન સરકાર દ્વારા બે માળનું નવીન બનાવેલ હોય અને શાળાને પી.એમ. શ્રી સાધલી પ્રાથમિક સ્કૂલ તરીકે જાહેર કરેલ હોય બાળકોમાં તથા શાળા શિક્ષણ પરિવારમાં ઘણો જ ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો હતો. આગામી તારીખ 26 જાન્યુઆરી 2025 ,પ્રજાસત્તાક દિન પ્રસંગે 125 વર્ષ પૂરા થતા હોય વિવિધ રીતે ઉજવણી કરવાનું આ તબક્કે નક્કી કરવામાં આવેલ છે.