વલસાડ જિલ્લામાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને તા. ૨૦ જાન્યુ. સુધી “કરુણા અભિયાન” ચાલુ રહેશે

વલસાડ જિલ્લામાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને તા. ૨૦ જાન્યુ. સુધી “કરુણા અભિયાન” ચાલુ રહેશે
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત વલસાડ, વાપી ખાતે એક કરુણા અને એક ફરતું પશુ દવાખાનુ કાર્યરત છે, જેમાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, દસ ગામ દીઠ એક ફરતું એક પશુ દવાખાનુ કાર્યરત છે. જેમાં બે પશુ ચિકિત્સક ડૉ.ધાર્મિબેન પટેલ, ડૉ.પ્રતાપ મૂન અને પાઇલટ મિત્ર કેવિનભાઇ, પિયુષભાઇ અને EMRI green health service ના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર નિરવ પ્રજાપતિ ખડે પગે કાર્યરત છે. આ ટીમ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષી અને પશુ સહિત અબોલ જીવોને નવું જીવન આપવામાં આવ્યું હતું.
પશુપાલન અને EMRI GREEN HEALTH SERVICES તરફ વલસાડ જિલ્લાની જનતાને અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, હજુ તા. ૨૦ મી જાન્યુઆરી સુધી કરુણા અભિયન ચાલુ રહેશે જેથી કોઈપણ પશુ કે પક્ષીની સારવાર જણાય તો ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરીને અબોલ જીવનો જીવ બચાવવામાં સહયોગ પ્રદાન કરે.