કુકસની પ્રાથમિક શાળામાં વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરાયું

કુકસની પ્રાથમિક શાળામાં વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરાયું
શિનોર તાલુકાના કુકસ ગામે પ્રાથમિક શાળામાં કુકસના એન.આર.આઈ સુનિલ પટેલ દ્વારા તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ.
શિનોર તાલુકાના અને હાલ અમેરિકા સ્થાયી થયેલા સુનિલ શાંતિલાલ પટેલ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ તારીખ 20 જુન 2025 શુક્રવારે નવનીતભાઈ મગનભાઈ પટેલના હસ્તે તમામ 165 બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય અનિતાબેન પ્રજાપતિ તથા તમામ શિક્ષકો દ્વારા શાળામાં કૌટુંબીક ભાવનાનું વાતાવરણ ઊભું કરેલ છે. બાળકોમાં ખૂબ જ શિસ્ત અને સંયમના દર્શન આ શાળામાં જોવા મળ્યા. સૌપ્રથમ દાતા સુનિલ પટેલના પ્રતિનિધિ નવનીત પટેલ તથા તેઓની સાથે હાજર રહે વડોદરા તાલુકા ભાજપ પ્રભારી ભુપેન્દ્ર ગોહિલ તથા હસમુખ પટેલનું પુષ્પ અર્પણ કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ એક થી આઠ સુધીના તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દાતા સુનિલ પટેલ દ્વારા દર વર્ષે શાળાના બાળકોને એક વાર પ્રવાસે લઈ જવામાં આવે છે અને ચોપડા દર વર્ષે આપવામાં આવે છે, આમ વિદેશમાં રહીને પણ પોતાના વતનના દરેક ક્ષેત્રે ધ્યાન આપતા સુનિલ પટેલના આ કાર્યની સુવાસ અન્ય એન.આર.આઈ ભાઈ બહેનોમાં પણ ઉતરે અને પોતાના વતનમાં જરૂરિયાત મંદોને મદદ કરે તે માટે પ્રેરણા રૂપ દાખલો છે.