ગુજરાત

કચ્છના રણમાં દિલજીતનો ‘બોહત વધિયા’ મોમેન્ટ!

વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કને જોઈને દિલજીત દોસાંજ મંત્રમુગ્ધ

અમદાવાદ : વૈશ્વિક મ્યુઝિક આઇકોન દિલજીત દોસાંજ તેમની ગુજરાત કોન્સર્ટ ટૂર દરમિયાન કચ્છના ખાવડા ખાતે આવેલા અદાણી ગ્રૂપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ભારતની આ અદ્ભુત ગ્રીન એનર્જી ક્રાંતિ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ખાવડાના ગ્રીન એનર્જી પ્લાન્ટના વિશાળ વિસ્તાર અને ભવ્યતાને નિહાળીને દિલજીત ઉત્સાહપૂર્વક બોલી ઉઠ્યા હતા, “બહુ સરસ (Bohot Vadhiya)!”
માનવ વસવાટથી ૭૦ થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા દુર્ગમ અને રણ વિસ્તારમાં આ પ્રોજેક્ટના અમલીકરણ પાછળના એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ પડકારો સમજવા દિલજીતે સ્થળ પરના એન્જિનિયરો સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રતિકૂળ વાતાવરણમાં કામ કરતા અદાણીના ‘ગ્રીન વોરિયર્સ’ની કામગીરીને બિરદાવી હતી, સાઇટના વ્યુઇંગ ટાવર પરથી સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન્સનો વિસ્તાર જોયો હતો, સેન્ટ્રલ કંટ્રોલ રૂમની ડિજિટલ દેખરેખ વ્યવસ્થા નિહાળી હતી અને સાઇટ પર વૃક્ષારોપણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન અદાણીની ટીમે દિલજીત દોસાંજને કચ્છની પરંપરાગત રોગન આર્ટ અને અજરખ પ્રિન્ટનો સ્કાફ ભેટ આપીને સન્માનિત કર્યા હતા. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ પેરિસ કરતાં પાંચ ગણો મોટો છે અને પૂર્ણ થયા બાદ અવકાશમાંથી પણ જોઈ શકાશે. ૧૫,૦૦૦ થી વધુ લોકોની ટીમ સાથે કાર્યરત આ પ્લાન્ટે ૧૧ GW થી વધુ ઓપરેશનલ ક્ષમતા હાંસલ કરી છે અને પૂર્ણ થતાં ૨૬ GW સોલાર તથા ૪ GW વિન્ડ એનર્જી ઉત્પન્ન કરશે.
આ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ હેઠળ હાલમાં ૬.૬૩ GWh ની ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન ઓપરેશનલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત છે, જે સમગ્ર ભારતના કુલ ઓપરેશનલ બેટરી સ્ટોરેજના ૫૦% કરતાં પણ વધુ હિસ્સો ધરાવે છે. ભવિષ્યમાં આ સ્ટોરેજ ક્ષમતાને ૫૦ GWh સુધી વિસ્તારવાની કંપનીની યોજના છે.
આગામી પાંચ વર્ષમાં ભારતના ઊર્જા સંક્રમણ (Energy Transition) પાછળ આશરે ૧૦૦ અબજ યુએસ ડોલરના રોકાણના અદાણી ગ્રૂપના મહત્વાકાંક્ષી સંકલ્પનો આ પ્રોજેક્ટ એક મજબૂત આધારસ્તંભ છે. આ ગિગા-સ્કેલ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થતાં વાર્ષિક ૧.૭ કરોડથી વધુ ઘરોને ગ્રીન એનર્જીથી ઝળહળતા કરશે. આ આયોજન હેઠળ ખાવડા પ્લાન્ટ વર્ષ ૨૦૨૯ સુધીમાં તમામ પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બની જશે, જે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW નોન-ફોસિલ ફ્યુઅલ ક્ષમતા હાંસલ કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક યોગદાન આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button