ગુજરાત

ધરમપુરમાં આરએસએસ વલસાડ જિલ્લાનો શતાબ્દી ઘોષ નાદ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

ધરમપુરમાં આરએસએસ વલસાડ જિલ્લાનો શતાબ્દી ઘોષ નાદ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

મહાશિવરાત્રિના પાવન દિવસે ધરમપુર નગરમાં પથ સંચલન તથા બરૂમાળ મંદિર પરિસરમાં શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું ભવ્ય દ્રશ્ય સર્જાયું.

ધરમપુર

ધરમપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વલસાડ જિલ્લાનું શતાબ્દી ઘોષ પથ સંચલન ભવ્ય રીતે યોજાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સંચલન દરમિયાન ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શિસ્તબદ્ધ પંક્તિઓ અને ઘોષના ગુંજતા તાલ સાથે સમગ્ર નગરમાં રાષ્ટ્રભાવનાનો માહોલ છવાઈ ગયો હતો.

ત્યારબાદ બરૂમાળ સ્થિત શ્રી ભાવભાવેશ્વર મંદિરે સ્વયંસેવકો દ્વારા સ્થિર વાદન કરવામાં આવ્યું અને જાહેર કાર્યક્રમ યોજાયો. મહાશિવરાત્રિના પવિત્ર અવસરે મંદિર પરિસરમાં રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો.

કાર્યક્રમમાં પ.પૂ. આચાર્ય મહામંડલેશ્વર શ્રી વિધાનંદજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા. તેમજ લુહેરી શાળાના શિક્ષક દિલીપભાઈ અતિથિ તરીકે હાજર રહ્યા.

સંઘ તરફથી ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાણંદ, વિભાગ સંઘચાલક આનંદભાઈ પીનપુટકર, જિલ્લા કાર્યવાહ મહેશભાઈ પટેલ, સહ કાર્યવાહ ભરતભાઈ ગાલા તેમજ ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભાવના, શિસ્ત અને સંકલ્પનું પ્રતિક બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button