સ્પોર્ટ્સ
બનિયા બ્લાસ્ટર્સે જીત્યો યુવા ક્રિકેટ બૅશ 2.0

બનિયા બ્લાસ્ટર્સે જીત્યો યુવા ક્રિકેટ બૅશ 2.0
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા યુવા ક્રિકેટ બૅશ 2.0 સ્પર્ધાનું આયોજન રવિવારે વેસુ સ્થિત ટર્ફમાં કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. પ્રત્યેક ટીમમાં સાત છોકરાઓ અને બે છોકરીઓ સામેલ રહ્યા. મોડી રાત સુધી ચાલેલી ટૂર્નામેન્ટમાં બનિયા બ્લાસ્ટર્સ વિજેતા અને શેઠ સુપર કિંગ્સ ઉપવિજેતા બની. આ પ્રસંગે ટ્રસ્ટ અને યુવા શાખાના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા.



