ગુજરાત

બારડોલી ખાતે સુરત જિલ્લા કક્ષાના ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બારડોલી ખાતે સુરત જિલ્લા કક્ષાના ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ત્યાગ, સમર્પણ અને પરિશ્રમ દ્વારા પોતાના પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર મહિલાઓને મહિલા દિનની હાર્દિક શુભકામના પાઠવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલી ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મહિલાઓના માન-સન્માનને વધારવા, તેમની આંતરિક શક્તિને ઉજાગર કરવા અને તેઓની ક્ષમતાને પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી કાર્યક્રમ યોજાયો હતો.
બારડોલી સ્થિત લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક સામાજિક અગ્રણીઓ અને નામાંકિત મહિલાઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ અને સભ્યશ્રીઓ પણ અતિથિ વિશેષ તરીકે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન “Rights. Justice. Action. For ALL Women and Girls” ના મંત્ર સાથે મહિલાઓના અધિકારો અને ન્યાય માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ત્યાગ, સમર્પણ અને પરિશ્રમ દ્વારા પોતાના પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર તમામ યશસ્વી મહિલાઓનો ઉલ્લેખ કરી તેમને વંદન કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે સફળ અને જાગૃત મહિલાઓએ દેશને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું છે અને ‘નારી અબળા નહિ, પણ સબળા’ છે એ ઉક્તિને સાર્થક કરી છે.
સમારંભમાં સાયબર સેફટી ફોર વીમેન, બહેનો માટેના વિવિધ કાયદાઓની સમજ, બહેનો માટેની વિવિધ યોજનાઓ જેવા વિવિધ વિષયો સંદર્ભે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોએ વક્તવ્યો રજુ કર્યા હતા. મહિલા સ્વાવલંબન, વ્હાલી દીકરી યોજના, મહિલા સરપંચ, ઉદ્યમી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અંતે બેટી બચાઓ, બેટી પઢાઓ તેમજ નારી શક્તિ વિષે સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમના સ્થળે પ્રાંગણમાં શિક્ષણ, આઈ.સી.ડી.એસ., શી-ટીમ જેવા જનજાગૃતિ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડે.ડીડીઓ શ્રી પ્રણવ વિઠાણી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતિ આર.એન ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી કે.વી લકુમ, ડી.એમ.સી શ્રીમતિ સ્મિતા પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS) અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ (IAS) ના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button