શ્રી જીણ માતા વિશાળ ભજન સંધ્યા આજે

શ્રી જીણ માતા વિશાળ ભજન સંધ્યા આજે
શ્રી જીણ માતા સેવા ટ્રસ્ટ દ્વારા ન્યૂ સિટી લાઇટ સ્થિત શ્રી જીણ માતા મંદિરના પ્રથમ પાટોત્સવના ઉપલક્ષમાં આયોજિત બે દિવસીય મહોત્સવમાં મંગળવારે સવારે પૂજા વિધાન અને સાંજે સાડા પાંચ વાગ્યાથી વિશાળ ભજન સંધ્યાનું આયોજન ન્યૂ સિટી લાઇટ સ્થિત દેવસર માતા હોલમાં કરવામાં આવશે. જેમાં સ્થાનિક ગાયક કલાકાર ઉપરાંત કોલકાતાના જયશંકરજી ચૌધરી “ગુરુજી” ભજનોની પ્રસ્તુતિ આપશે. આ પ્રસંગે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટોત્સવ મહોત્સવમાં સોમવારે મા જીણ મંગલ પાઠનું વાચન બપોરે સાડા ત્રણ વાગ્યાથી કરવામાં આવ્યું હતું. પાઠ દરમિયાન અનેક પ્રસંગો પર ભજનોની પ્રસ્તુતિ થઈ હતી. આ દરમિયાન ભવ્ય ચુંદડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના આશા દોદરાજકા, રચના હેતમસરિયા, સુમન ગોયલ, કુસુમ અગ્રવાલ, સંગીતા દોદરાજકા સહિત અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.



