શિનોર મામલતદાર કચેરી ખાતે 6 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

શિનોર મામલતદાર કચેરી ખાતે 6 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે
શિનોર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીની ફોર્મ લેવાથી , ફોર્મ આપવાની અન્ય તમામ કામગીરી સેવાસદન, મામલતદાર કચેરી મુકામેથી કરવામાં આવશે.
શિનોર મામલતદાર કચેરી, સેવા સદન તરફથી આપેલ માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની 16 બેઠકો તથા જિલ્લા પંચાયતની 2 બેઠકો ને લગતી ચૂંટણીની તમામ કામગીરી જેમ કે ઉમેદવારી ફોર્મ લેવા, ભરીને પરત આપવા, ચકાસણી કરવી, સહિતની ચૂંટણી લગત તમામ કામગીરી મામલતદાર કચેરી, માલસર રોડ, સેવાસદન શિનોર મુકામેથી કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી.
ચૂંટણી આયોગ તરફથી તારીખ 1 એપ્રિલ 2026 રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે, અને ત્યારથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા શરૂ થયેલ છે. તારીખ 6 એપ્રિલના રોજ જાહેરનામું અને ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે, અને તારીખ 11 એપ્રિલ 2026 સુધી ઉમેદવારી પત્ર ભરીને આપવાની છેલ્લી તારીખ છે, તારીખ 13 એપ્રિલ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે અને તારીખ 15 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પર ખેચાશે, ત્યારબાદ મતદાન તારીખ 26 એપ્રિલ 2026 સવારના સાતથી સાંજના છ કલાક સુધી તમામ બુથો ઉપર કરવામાં આવશે, પુનઃ મતદાન કરવાની જરૂર પડે તો તારીખ 27 એપ્રિલના રોજ મતદાન થશે. અને મત ગણતરી તારીખ 28 એપ્રિલના રોજ કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.



