સુરતની શાળાઓમાં ધોરણ-10નું શાનદાર પરિણામ, અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યા A1 ગ્રેડ

સુરતની શાળાઓમાં ધોરણ-10નું શાનદાર પરિણામ, અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યા A1 ગ્રેડ
કૌશલ વિદ્યાભવન, સંસ્કારદીપ વિદ્યાસંકુલ, સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ, સહજાનંદ વિદ્યાધામ અને તપોવન વિદ્યાલયે નોંધાવ્યો ઉત્તમ દેખાવ
સુરત : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં સુરતની અનેક શાળાઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ સાથે ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ઘણી શાળાઓએ 99 ટકા કરતાં વધુ પરિણામ સાથે 100 ટકા સુધીનું પરિણામ નોંધાવી શહેરમાં શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન જાળવી રાખ્યું છે.
નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યાભવનમાં ધોરણ-10ના કુલ 255 વિદ્યાર્થીઓમાંથી 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા. શાળાનું કુલ પરિણામ 100 ટકા રહ્યું હતું. ઉપરાંત વિજ્ઞાન વિષયમાં 34, સંસ્કૃતમાં 16, સામાજિક વિજ્ઞાનમાં 11 અને ગણિતમાં 6 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા હતા.
મોટા વરાછા સ્થિત સંસ્કારદીપ વિદ્યાસંકુલના 172 વિદ્યાર્થીઓમાંથી 41 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 62 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા. 103 વિદ્યાર્થીઓએ 90થી વધુ PR મેળવ્યો હતો. શાળાનું કુલ પરિણામ 99.42 ટકા નોંધાયું હતું. સંસ્કૃત વિષયમાં 16, વિજ્ઞાનમાં 12, સામાજિક વિજ્ઞાનમાં 9 અને ગણિતમાં 7 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા હતા.
સંસ્કારતીર્થ જ્ઞાનપીઠે પણ ઉત્તમ પરિણામ સાથે 99 ટકા પરિણામ નોંધાવ્યું હતું. શાળાના 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 80 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા. સુનેરિયા હેમીએ 99.98 PR મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
સહજાનંદ વિદ્યાધામમાં ધોરણ-10ના પરિણામમાં કુલ 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા. શાળાનું પરિણામ 100 ટકા રહ્યું હતું.
તપોવન વિદ્યાલયના પરિણામમાં 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા. શાળાનું કુલ પરિણામ 99.05 ટકા નોંધાયું હતું. વિદ્યાર્થી અવની એડ ગજ્જરે કુલ 588 ગુણ સાથે 98 ટકા અને 99.98 PR પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
એન.સી. ઠાકર વિદ્યાલય દ્વારા ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં શાનદાર પરિણામ નોંધાયું છે. શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે, જ્યારે 45 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાલયના ટોપ-3 વિદ્યાર્થીઓમાં જય દોબરિયા (PR-99.97), યશ્વી જીવાણી (PR-99.90), યશ્વી સાવલિયા (PR-99.90) તથા દ્રષ્ટિ ઠક્કર (PR-99.67)એ વિશેષ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને સંસ્કૃત જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
કઠોદરા સ્થિત ભક્તિ ઇન્ટરનેશનલ શાળા દ્વારા ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં શાનદાર પરિણામ નોંધાયું છે. શાળાના 28 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જ્યારે 32 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શિક્ષકોનું માર્ગદર્શન અને સતત મહેનત મહત્વપૂર્ણ રહી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.
યોગી ચોક સ્થિત હરેકૃષ્ણ વિદ્યાલયે ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. શાળાના કુલ 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની સફળતા પાછળ શિક્ષકોનું માર્ગદર્શન, વાલીઓનો સહકાર અને વિદ્યાર્થીઓનો સતત પરિશ્રમ મહત્વપૂર્ણ બન્યો હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.



