ગુજરાત

માન. મેયર માયાબેન માવાણીનું સ્વચ્છતા માટે શ્રમદાન: સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળવી રાખવા આહવાન

માન. મેયર માયાબેન માવાણીનું સ્વચ્છતા માટે શ્રમદાન: સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાળવી રાખવા આહવાન
સુરત : સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા એ માત્ર એક પ્રવૃત્તિ નહીં પરંતુ લોકોનો સહજ સ્વભાવ બને તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સુરત શહેરને મળેલ સૌથી સ્વચ્છ શહેરનું ગૌરવવંતું બિરૂદ સતત જાળવી રાખવાના મક્કમ નિર્ધાર સાથે નવનિયુકત માનનીય મેયર શ્રીમતિ માયાબેન માવાણીએ આ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સુરત શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તેમણે પોતે મેદાનમાં ઉતરીને સૌ નાગરિકો અને કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.
આ પ્રસંગે માનનીય મેયરએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ કોઈ એક વ્યક્તિ કે તંત્રની નહીં, પરંતુ આપણા સૌની સહિયાળી જવાબદારી છે.” તેમણે તમામ નાગરિકોને અપીલ કરી હતી કે, આપણે સૌ સાથે મળીને ‘સ્વચ્છ સુરત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ. મેયરના આ શ્રમદાનથી પ્રેરાઈને સ્થાનિક રહીશો અને મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ ઉત્સાહભેર સફાઈ કામગીરીમાં સાથ આપ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવીને સુરતને સ્વચ્છતાના શિખરે બરકરાર રાખવાનો સંકલ્પ દોહરાવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button