શ્રી સરસ્વતી મહાવિદ્યાલય દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

શ્રી સરસ્વતી મહાવિદ્યાલય દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતના એન. એસ. એસ. યુનિટ દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર તરીકે કુંજલ ચપતવાલા ઉપસ્થિત રહ્યા હતા. જેમને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓનું પ્રાયોગિક નિદર્શન કરાવી સૌને યોગાભ્યાસ કરાવ્યો હતો. આ પ્રસંગે જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી વીરેન્દ્ર શારદા અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. યોગિતા શારદા, સિવિલ ડિફેન્સ, ભારત વિકાસ પરિષદ, મારવાડી યુવામંચના હોદ્દેદારો તથા સભ્યશ્રીઓ, કોલેજ પરિવારના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ યોગાભ્યાસમાં સક્રિયપણે ભાગ લઈ સ્વસ્થ અને સુખમય જીવન માટે યોગના મહત્વને આત્મસાત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોમાં યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સશક્ત અને સંતુલિત સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ પર ઓનલાઈન યોગ પ્રતિજ્ઞા લેવા સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે યોગને જીવનશૈલી તરીકે અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે મહાવિદ્યાલયના આચાર્ય શ્રી, એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી, સ્ટાફગણ તથા સ્વયંસેવકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.



