ઓડિશામાં ૧૧.૫ બિલિયન ડોલરના રોકાણથી એલ્યુમિનિયમ પ્રકલ્પ સ્થાપવા અદાણીએ IHC સમૂહ સાથેભાગીદારી કરી

ઓડિશામાં ૧૧.૫ બિલિયન ડોલરના રોકાણથી એલ્યુમિનિયમ પ્રકલ્પ સ્થાપવા અદાણીએ IHC સમૂહ સાથેભાગીદારી કરી
ભુવનેશ્વર : અદાણી સમૂની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) અને અબુ ધાબી સ્થિત કુદરતી સંસાધન રોકાણ પ્લેટફોર્મ અને 2PointZero દ્વારા IHC ગ્રુપની કંપની ઇન્ટરનેશનલ રિસોર્સિસ હોલ્ડિંગ (IRH) એ ખનિજસમૃદ્ધઓડિસ્સા રાજ્યમાંએકસંકલિતગ્રીનફિલ્ડ એલ્યુમિનિયમ પ્રકલ્પ વિકસાવવા માટે ઓડિશા સરકાર સાથેસમજૂતી કરાર પર આજે હસ્તાક્ષર કર્યા છે.
કરાર અંતર્ગત અદાણી એન્ટરપ્રાઇઝઅને IHCની પેટા કંપની IRHપ્રસ્તાવિત પ્રકલ્પ માટે ૫0:૫0 હિસ્સાનું સંયુક્ત સાહસ બનાવશે.
ધાતુના ક્ષેત્રમાં ઓડિશાનું સૌથી મોટું આશરે રુ.૧.૦૮લાખકરોડનુંભારતમાં વિદેશી પ્રત્યક્ષ પ્રસ્તાવિત રોકાણભારતનું સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ હોવાની આશા છે. સક્ષમ માળખાકીય સુવિધાઓથી સમર્થિત આ પ્રકલ્પમાં વાર્ષિક ૪ મિલિયન મેટ્રિક ટન એલ્યુમિના રિફાઇનરી, ૨મિલિયન મેટ્રિક ટન એલ્યુમિનિયમ સ્મેલ્ટર, ૪,000-મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને ૧ મિલિયન મેટ્રિક ટનડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ પાર્કશામેલ છે, જેનાથી બાંધકામ અને સંલગ્ન કામગીરીમાં લગભગ ૫૩,૫00 નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા છે.
તાજેતરના વર્ષોમાં અદાણી સમૂહ અને IHC એ ઊર્જા, ટ્રાન્સમિશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભાગીદારીના આધારેવ્યૂહાત્મક મજબૂત સંબંધો વિકસાવ્યા છે. IRH સાથેનું આ નવું સંયુક્ત સાહસ ભારત માટે IHC દ્વારા અગાઉ જાહેર કરાયેલ અબજો ડોલરની રોકાણ વ્યૂહરચનામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે, જે ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસને ટેકો આપતા વ્યૂહાત્મક રીતે મહત્વના ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે સમૂહની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સંગીન બનાવે છે
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માજી, ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી સંપદ ચંદ્ર સ્વૈન અને ઓડિશા સરકારના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં સમજૂતી કરારપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં IHCના મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડના સભ્ય તથા સી.ઇ.ઓ, શ્રી સૈયદ બસર શુએબ, IRHના સી.ઇ.ઓશ્રી અલી રાશીદ અલ રાશદી અને ePointZeroના સી.ઇ.ઓમોહમ્મદ હેશમ ઉપસ્થિત રહ્યા હતા.અદાણી સમૂહ વતી અદાણી પોર્ટ્સ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર અને અદાણી સિમેન્ટના ડિરેક્ટર શ્રી કરણ અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણી હાજર રહ્યા હતા.આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિઓ, ઔદ્યગિક સંગઠનો, વર્લ્ડ સ્કીલ સેન્ટરના વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેનાથી આ પ્રકલ્પની ડાઉનસ્ટ્રીમ સંભાવનાનો લાભ તેમજ સરળ અને સફળ અમલીકરણને ટેકો મળશે.
આ પ્રસંગે સંબોધન કરતામુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ કહ્યું હતું કે વૈશ્વિક એલ્યુમિનિયમ સપ્લાય ચેઇનમાં ઓડિશાના આજે પ્રવેશ સાથે ધાતુઓ અને ખનિજ આધારિત ઉદ્યોગો માટે ઓડિશા હવે એલ્યુમિનિયમ અને મૂલ્યવર્ધિત ઉત્પાદન માટે ભારતનું અગ્રણી વૈશ્વિક કેન્દ્ર બનવા માટે સજ્જ છે. તેમણે જણાવ્યું હતું કે આ રોકાણ ઓડિશાને ખાણકામ અને રિફાઇનિંગથી લઈ સ્મેલ્ટિંગ અને ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ સુધી એલ્યુમિનિયમની સંપૂર્ણ મૂલ્ય હરોળ વિકસાવવા સક્ષમ બનાવશે. રાજ્યમાં વધુ મૂલ્યનું સર્જન થવાથી સમૃદ્ધ ઓડિશા ૨૦૩૬ અને વિકસિત ભારત ૨૦૪૭માં અમારા યોગદાનની દિશામાં એક મહત્વનું પગલું છે.”
અદાણી પોર્ટ્સ અને સેઝના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અદાણી સિમેન્ટના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે“પ્રસ્તાવિતપ્રકલ્પલાંબાગાળાનાઉત્પાદનસ્થળતરીકેઓડિશામાં અમારોવિશ્વાસ દર્શાવેછે. અદાણીસમૂહઅનેIHC ગ્રુપ વચ્ચે પ્રસ્તાવિત સંયુક્ત સાહસ અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે ઓડિશા સરકારના સહયોગમાંરોજગારીનું સર્જન, મૂલ્યવર્ધિત ઉત્પાદનનો વિસ્તાર અને ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવતી એક સંકલિત એલ્યુમિનિયમ ઇકોસિસ્ટમ અમે બનાવીશું.
IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અમે વૈશ્વિક અર્થતંત્રના ભવિષ્યને વ્યાખ્યાયિત કરે તેવું ઉદ્યોગોમાં લાંબા ગાળા માટેનું પ્લેટફોર્મ IHCમાંબનાવી રહ્યા છીએ. IRH મારફતઅમે એક સંકલિત ખાણકામ અને ખનિજ વ્યવસાયનું નિર્માણ કરી રહ્યા છીએ, તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક વિકાસને પૂરક બનવાના ભાગરુપેસપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરીને ઊર્જા સંક્રમણને આગળ વધારવા માટે મહત્વના ખનિજોમાં રોકાણ કરી રહ્યા છીએ. અદાણી સાથેની આ ભાગીદારી વિશ્વકક્ષાનો સંકલિત એલ્યુમિનિયમ પ્રોકલ્પ વિકસાવવાની અમારી સહિયારી મહત્વાકાંક્ષા દર્શાવે છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી સંપદ ચંદ્ર સ્વૈને જણાવ્યું હતું કે આરોકાણઓડિશાનીઔદ્યોગિકઇકોસિસ્ટમમાંવધતાવિશ્વાસનુંપ્રતિબિંબછે. તેમણે ઉમેર્યું હતું કે સરકારસમયસરમંજૂરીઓઅનેપ્રોકલ્પનાઅમલીકરણનેસરળબનાવવામાટેતમામહિસ્સેદારોસાથેકામકરશે.
બે તબક્કામાં વિકસાવવામાં આવનારા આ પ્રકલ્પના પ્રથમ તબક્કામાં આશરે રુ.૬૬,000 કરોડઅનેબીજાતબક્કામાંરુ.૪૪,000 કરોડનુંરોકાણથશે.નિર્માણના સમયગાળા દરમિયાનઅંદાજે૩૫,000 નોકરીઓની તકોનું સર્જન થવાની અપેક્ષા છે, જ્યારે પ્રકલ્પના ખાણકામ, એલ્યુમિના રિફાઇનિંગ, એલ્યુમિનિયમ ઉત્પાદન અને ડાઉનસ્ટ્રીમ ઉત્પાદન કામગીરી સમયે૧૮,૫00 રોજગારીને આધાર મળશે તેવી આશા છે. ખાસ કરીને આ પ્રકલ્પ લોજિસ્ટિક્સ, એન્જિનિયરિંગ, જાળવણી અને આનુષંગિક ઉદ્યોગોમાં નોંધપાત્ર પરોક્ષ રોજગારીનો સર્જક બને તેવી અપેક્ષા છે.



