પ્રાદેશિક સમાચાર

“સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન” અંતર્ગત બારડોલી ખાતે માર્ગ સલામતી બાઈક રેલી યોજાઈ:

“સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન” અંતર્ગત બારડોલી ખાતે માર્ગ સલામતી બાઈક રેલી યોજાઈ:
સાંસદ, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ બાઈક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
૨૦૦ બાઈક સવારો સાથે નગરજનોએ લીધો માર્ગ સલામતીના નિયમોના પાલનનો સંકલ્પ:
“સુરક્ષિત સફર–સુરક્ષિત જીવન”ના સંદેશ સાથે યોજાઈ માર્ગ સલામતી રેલી:
સુરત: “સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે સેવા મેરા યોગદાન થીમ પર સુરત જિલ્લા પોલીસ અને આરટીઓ બારડોલીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે બારડોલી નગરમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી માર્ગ સલામતી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા, બારડોલી પ્રાંત અધિકારી, ડીવાયએસપી, બારડોલી આરટીઓના અધિકારીઓ, સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ તથા જિલ્લા કલેકટરશ્રીએ સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
માર્ગ સલામતી બાઈક રેલીમાં આશરે ૨૦૦ જેટલા બાઈક સવારો જોડાયા હતા. રેલી દરમિયાન માર્ગ સલામતીના નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, જવાબદારીપૂર્વક વાહન ચલાવવું તેમજ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી જાળવવા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ બાઈક રેલીનો સ્વરાજ આશ્રમથી શરૂ થઈને લીમડા ચોક, ગાંધી રોડ અને રેલવે સ્ટેશન થઈ પુનઃ સ્વરાજ આશ્રમ ખાતે આશરે ૫ કિલોમીટરના રૂટ પર રેલી ફરી હતી. આ રેલીમાં ૨૦૦થી વધુ બાઈક સવારો, એન.સી.સી. (NCC) કેડેટ્સ તેમજ બારડોલી કોમર્સ કોલેજ અને માલીબા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અવસરે માર્ગ સુરક્ષાના મહત્વને સમજીને પોલીસ વિભાગ દ્વારા પોતાના સ્ટાફ અને જવાનોને સુરક્ષાના ભાગરૂપે આશરે ૨૦૦ જેટલા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને ઝડપ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. આ બાઈક રેલી દ્વારા પણ નાગરિકોને “માર્ગ સલામતી–સૌની જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો. અંતે સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button