વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ તરણ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજ સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ ચેમ્પિયન

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ તરણ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજ સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ ચેમ્પિયન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ તરણ (ભાઈઓ) સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજ, સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતપ્રદર્શન કરીને સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ કોલેજને ચેમ્પિયન બનાવી ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં કોલેજના ખેલાડી શ્રી યુગ અજયભાઈ સેલરએ શાનદાર પ્રદર્શન કરીને વ્યક્તિગત ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. તેમણે ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય, ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ, ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ, ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં દ્વિતીય, ૨૦૦ મીટર બેક સ્ટ્રોકમાં પ્રથમ, ૧૦૦ મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં દ્વિતીય તથા ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલી (Individual Medley) સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ રીતે તેમણે કુલ ૩૪ પોઇન્ટ મેળવી સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ વ્યક્તિગત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે, કોલેજના ખેલાડી શ્રી વંશ દિનેશચંદ્ર સેલરએ ૫૦ મીટર બેક સ્ટ્રોકમાં દ્વિતીય, ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાંતૃતીય અને ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને કુલ ૫ પોઇન્ટ મેળવ્યા હતા. બંને ખેલાડીઓના ઉત્કૃષ્ટ રમતપ્રદર્શનના પરિણામે નવયુગ કોમર્સ કોલેજ, સુરતે સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ તરણ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ. વિનોદ એન. પટેલ, જિમખાના વિભાગના અધ્યક્ષ ડૉ. બ્રિજેશ પટેલ તથા શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક શ્રી સી. કે. અસારીયા તેમજ તમામ કોલેજ પરિવારે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.



