શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ,સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવની કરાઈ ભવ્ય ઉજવણી , શસ્ત્ર અને શાસ્ત્રનું કરાયું પૂજન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ,સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવની કરાઈ ભવ્ય ઉજવણી , શસ્ત્ર અને શાસ્ત્રનું કરાયું પૂજન
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા આ વર્ષે ભવ્ય વિજયાદશમી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી ભવ્ય આયોજન સાથે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિજયા દશમી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં શસ્ત્ર, શાસ્ત્ર અને સમીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના જુદાજુદા બ્રહ્મસમાજના 50 થી વધુ પેટા જ્ઞાતિઓના 1500થી વધુ લોકો પરિવાર સાથે જોડાયા હતા.
સુરતમાં છેલ્લા ચાર વર્ષથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સુરતમાં વસતા તમામ જુદા જુદા પેટા બ્રાહ્મણ જ્ઞાતિઓના લોકો એક મંચ પર ભેગા થઈ શકે તે માટે વિજયા દશમી મહોત્સવ દશેરા પર્વને દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિજયાદશમી મહોત્સવ 2026ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જહાંગીરપુરા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી ગ્રાઉન્ડમાં વિજયાદશની મહોત્સવની ઉજવણી કરાઈ હતી.જેમાં આ વર્ષે પણ શસ્ત્ર પૂજન ની સાથે શાસ્ત્ર અને સમીના છોડનું પૂજા વિધિ સાથે પૂજન કરાયું હતું.
વિજયા દશમી મહોત્સવ 2026ના કાર્યક્રમને લઈ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત એકમ દ્વારા ચાર વર્ષથી ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતાં પણ ભવ્ય અને મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયા હતા. આ વર્ષે શાસ્ત્રની સાથે શસ્ત્ર અને સામે પૂજન નું આયોજન કરાયા બાદ ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ વખતે સુરતમાં વસતા 50થી વધુ પેટા બ્રાહ્મણ જ્ઞાતિઓના 1500થી વધુ લોકો પોતાના પરિવાર સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યાથી લઈ રાત્રે 11 વાગ્યા સુધી ચાલ્યો હતો.આ વર્ષે યોજાયેલ વિજયાદશમી મહોત્સવ કાર્યક્રમમાં સુરતના સામાજિક આગેવાનો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, સરકારી અમલદારો અને રાજકીય આગેવાનો પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજની યુવા કમિટીની ટીમ, મહિલા પાંખ, સહિત બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી.



