ગુજરાત
માંગરોળ અને બારડોલી તાલુકામાં અસંગઠિત શ્રમયોગીઓ માટે કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ સેમિનાર યોજાયા

- માંગરોળ અને બારડોલી તાલુકામાં અસંગઠિત શ્રમયોગીઓ માટે કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ સેમિનાર યોજાયા
- અસંગઠિત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ
- ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-ગાંધીનગર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સહાય મળી રહે તેવા હેતુથી નાયબ શ્રમ આયુક્તશ્રીની કચેરી, સુરત દ્વારા માંગરોળ તાલુકાના ઈસનપુર ગામ અને બારડોલી તાલુકા નાની ભટલાવ ગામે માર્ગદર્શન સેમિનારો યોજાયા હતા. જેમાં માંગરોળના મદદનીશ સરકારી શ્રમ અધિકારી શ્રી જે.એન. ચૌધરી તથા બારડોલીના મદદનીશ સરકારી શ્રમ અધિકારી શ્રી આર.એ. ગામીત દ્વારા અસંગઠિત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ નોંધણી અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
- સેમિનારમાં અસંગઠિત શ્રમિકો અને તેમના પરિવારજનોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ કેળવી સરળતાથી લાભ મેળવે તે માટે પ્રોત્સાહિત કરાયા હતા. કોઈપણ અસંગઠિત શ્રમયોગી યોજનાઓનો લાભ લેવા માટે પોતાના નજીકના મદદનીશ સરકારી શ્રમ અધિકારી, ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળના કેન્દ્ર સંચાલક, CSC સેન્ટર કે VLE કક્ષાએથી માહિતી મેળવી શકે છે. ઉપરાંત, પાત્રતા ધરાવતા શ્રમિકો SANMAN પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકે છે.
- સેમિનારમાં કલ્યાણકારી યોજનાઓ અંગે સમજ અપાઈ: મહત્તમ લાભ લેવા કરાયો અનુરોધ
- અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી
- અંત્યેષ્ઠી સહાય યોજના: યોજના હેઠળ શ્રમિક પરિવારને રૂ. ૧૦,૦૦૦/- ની નાણાકીય સહાય.
- ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના (શ્રમિક સુરક્ષા યોજના): શ્રમયોગીના આકસ્મિક અવસાનના કિસ્સામાં: રૂ. ૪,૦૦,૦૦૦/- ની સહાય.
- આંશિક અપંગતાના કિસ્સામાં: રૂ. ૨,૦૦,૦૦૦/- ની સહાય.



