જોધપુર વોર્ડમાં દિવાળીના પર્વ નિમિત્તે સફાઈ કર્મચારીઓ સાથે કરાઈ દિવાળીની ઉજવણી

અમદાવાદ: દિવાળીના પાવન પર્વ નિમિત્તે આજે રવિવારે સવારે 7 વાગ્યે જોધપુર વોર્ડ ખાતે સેવા અને સન્માનના ભાવ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
વેજલપુર વોર્ડનાં પૂર્વ કાઉન્સિલર તથા જોધપુર વોર્ડનાં ઉપપ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ચાવડા દ્વારા વોર્ડના સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચવાનો અને તેમની સેવાઓને બિરદાવવાનો હતો.
આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય, જોધપુર વોર્ડ પ્રમુખ સૌરભભાઈ, મહામંત્રી સ્નેહલભાઈ, કાઉન્સિલર નયનાબેન અને ભારતીબેન, પૂર્વ કાઉન્સિલર આશિષભાઈ સહિત સંગઠનની ટીમ તથા મોરચાની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ આગેવાનોએ સફાઈ કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સેવાકાર્યની પ્રશંસા કરી હતી.
આ રીતે દિવાળીના પર્વની ઉજવણી માત્ર મીઠાઈ વિતરણ પૂરતી સીમિત ન રહેતાં સમાજના મહત્વપૂર્ણ સેવાકર્મીઓ સાથે ખુશીઓ વહેંચવાનો અને માનવતા તથા સેવાનો સંદેશ આપવાનો સુંદર પ્રયાસ બની રહી હતી.



