મંત્રા માં બી આઈ એસ નો ‘માનક મંથન’ કાર્યક્રમ
આજે મંત્રા ખાતે બીઆઈએસ નો માનક મંથન કાર્યક્રમ યોજાઈ ગયો. જીઓ ટેક્સટાઇલ્સ ને લગતા ક્યુસીઓ જે ઓક્ટોબર મહિનાથી અમલમાં આવનાર છે તેની જાણકારી આપવા માટે આ કાર્યક્રમ બીઆઈએસ ની સુરત ઓફિસ તેમજ મંત્રાના સંયુક્ત પ્રયાસથી મંત્રાના સેમિનાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રાના ડાયરેક્ટ ડો. પંકજ ગાંધી સૌને આવકાર્યા હતા તેમજ મંત્રામાં આવેલી ટેસ્ટિંગ ફેસીલીટી અંગે ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારત ખૂબ પ્રગતિ કરી શકે તેવી શક્યતા છે અને સુરતના ઉદ્યોગકારો પણ ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં પ્રવેશી સારો એવો લાભ મેળવી શકે તેમ છે. તેમણે બીઆઈએસ (BIS) ના પ્રયાસો ને બિરદાવ્યા હતા અને આ કાર્યક્રમથી નવા ક્વોલિટી સ્ટાન્ડર્ડ બાબતે જાણકારી મળી રહેશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બી આઈ એસ સુરત ઓફિસના ડો. વિ કે સિંગ સાહેબે ટેક્સટાઇલ બી આઈ એસ સ્ટાન્ડર્ડ વિશે માહિતી આપી હતી. બીઆઈએસ સુરત ઓફિસના જોઇન ડાયરેક્ટ શ્રીમતી સૃષ્ટિ દીક્ષિતે જીઓ ટેક્સટાઇલ્સ પર અમલમાં આવનાર ક્યુસીઓ બાબતે તબક્કા વાર અને વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ઓપન હાઉસ ડિસ્કશનમાં શ્રોતા ઓએ છે રસ પૂર્વક પ્રશ્નોત્તરી કરી હતી જેનો બી આઈ એસ તરફથી સિંગ સાહેબે અને સૃષ્ટિ મેડમે સંતોષકારક જવાબ આપ્યો હતો. આ તબક્કે ખાસ મહેમાન તરીકે હાજર રહેલા ઓટો ટેક નોન વોવન ના ડિરેક્ટર શ્રી નિતીન શાહે તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલ્સ એ સામાન્ય ટેક્સટાઇલ કરતા ખૂબ જ ધ્યાન માંગી લે તેવો વિષય છે. તેમણે જણાવ્યું કે તેમની કંપની ઓટોમોબાઇલ સેક્ટર માટે અને ફિલ્ટરેશનના સેક્ટર માટે નોન વોવન (બિન વણાયેલા કાપડ) બનાવે છે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમની કંપની ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કાર્યક્રમના બીજા આમંત્રિત મહેમાન અને શિવોહમ કંપનીના ડાયરેક્ટર શ્રી જયકુમાર ગાંગાણી જણાવ્યું કે તેમણે જીઓ ગ્રીડ બનાવવાનું કારખાનું નાખેલું છે. આ જીઓ ગ્રીડ હાઇવે તથા બ્રિજ ના કન્સ્ટ્રક્શનમાં વપરાય છે. તમે જણાવ્યું કે તેમની કંપનીએ પણ શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો અને હવે તેમનું પ્રોડક્શન સારી રીતે થઈ રહ્યું છે. આ પ્રસંગે મંત્રા ના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ઝવેરી એ જણાવ્યું કે મંત્રાને જો સેમ્પલ મળી રહે તો ટેક્સટાઇલ ઉદ્યોગને માર્ગદર્શન આપી શકે અને આ સેમ્પલ માટે જીઓ બીઆઈએસ મદદ કરે તો તે આવકારદાયક ગણાશે. તેમણે કહ્યું કે મંત્રા ટૂંકા ગાળામાં 35 જેટલા ટેકનિકલ ટેક્સટાઇલ્સ ના પેરામીટર ને બીઆઈએસમાં આવરી લેશે અને સુરતના ઉદ્યોગને મદદરૂપ થશે. તેમણે જણાવ્યું કે જરૂર પડશે કેટલાક સાધનો મંત્રા વસાવી લેશે. કાર્યક્રમના અંતમાં મંત્રાના માનદ સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ ગાંધીએ સૌનો આભાર માન્યો હતો. ખાસ કરીને બીઆઈએસના અધિકારીઓ તથા હાજર રહેલા શ્રોતાઓનો હાર્દિક આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે રસ ધરાવનાર સર્વે મંત્રા ની લેબોરેટરી ની મુલાકાત લીધી હતી. કુલ ૧૦૦ જેટલા શ્રોતા હોય હાજરી આપી કાર્યક્રમને સફળતા આપી હતી.