આરોગ્ય

સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડીને પેક કરવાનું કામ શરૂ

વિપક્ષ ખાડી પેક કરવાનું કામ શરૂ

સુરત: સુરતના વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન ખાડીનો હતો. રાજકીય રીતે પણ આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષ નેતા પાયલ સાકરીયા (Payal Sakariya) એ તમામ સોસાયટી પ્રમુખો, જાગૃત નાગરિકો અને વોર્ડ 16, 17, 15 અને વોર્ડ 4ની જનતાને અભિનંદન પાઠવ્યા હતાં. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડીને પેક કરવાનું કામ શરૂ

પૂણા વિસ્તારમાં ખાડીના પ્રશ્નોને કારણે અનેક પરિવારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીમાં દૂષિત પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભળતું હોવાને કારણે સતત દુર્ગંધ મારતી રહે છે. આસપાસની સોસાયટીઓનું રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાડી ખુલ્લી હોવાના કારણે મચ્છરોનો ત્રાસ આ વિસ્તારમાં સહયો જોવા મળ્યો છે. વારંવાર આ મુદ્દે રાજકીય રીતે વિરોધ પણ કરવામાં આવ્યો છે, સ્થાનિક લોકો દ્વારા પણ આંદોલનો કરવામાં આવ્યા છે. આખરે વારંવારને રજૂઆત બાદ શાસકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આ કામને શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું હતું કે, અમારી છેલ્લા ઘણા સમયથી પૂણા વિસ્તારની ખાડીને પેક કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી. છેલ્લા ઘણા સમયથી આ કામ ટલ્લે ચડાવી દેવામાં આવ્યું હતું. આખરે આજથી આ કામની શરૂઆત કરી દેવામાં આવી છે. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. કોર્પોરેશનમાં મોરચા લઈ જવામાં આવતા હતા. સ્થાનિક લોકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આજે રૂપિયા 276 કરોડના ખર્ચે ખાડીને પેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આવનાર દિવસોમાં પૂર્ણ થશે અને આસપાસના લોકોને ખૂબ મોટી રાહત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button