ગુજરાત સરકાર રત્ન કલાકારો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ !
સુરત હીરા ઉધોગ રત્નકલાકરો ને લઈ સરકાર ને રજુઆત
સુરત: સુરતનો મુખ્ય ઉધોગ ગણાતો હીરા ઉધોગ હાલ મંદિનો સામનો કરી રહ્યો છે. હીરા ઉધોગમાં મંદી આવતા રત્નકલાકારોની હાલત કફોડી થઇ છે..સુરતમાં છેલ્લા ૪ મહિનામાં ૩૦ જેટલા રત્નકલાકારોએ આર્થિક સંકડામણને કારણે જીવન ટૂંકાવી લીધું છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભવરમાં ફસાયેલો છે.. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેની સીધી અસર રત્ન કલાકારો પર થઈ રહી છે. સુરતના હીરા ઉદ્યોગ માં અન્ય રાજ્યોના પણ રત્ન કલાકારો કામ કરવા આવી રહ્યા છે…આ સાથે સુરતનો મુખ્ય ઉધોગ હીરા હોવાથી મોટાભાગના લોકો હીરા વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ થતા હીરા ઉદ્યોગ પર સીધી અસર વર્તાઈ રહી છે ત્યારે રત્ન કલાકારોને હેરાનગતિ થઈ રહી છે. હીરા ઉદ્યોગમાં કામના કલાકો હાલ ઘટાડી દેવામાં આવ્યા છે અને મોટાભાગના કારખાના યુનિટો બંધ કરી દેવામાં આવ્યા છે જેથી રત્ન કલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફડી બની છે મોટાભાગના રત્ન કલાકારો અત્યારે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા ચાર મહિનામાં 30 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લીધો છે આ સાથે મોટી હીરાની કંપનીઓ અને ડાયમંડ યુનિટોમાં નાની નાની બાબતોમાં પગાર કાપી લેવાની ઘટનાઓ બની છે અથવા તો રફ હીરા ન હોવાને કારણે કારખાના માલિકો દ્વારા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે જેથી રત્નકલાકારો બેરોજગાર થયા છે.
રત્ન કલાકારો ના હિત માટે કામ કરતું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે.ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક દ્વારા જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા ફરી એક વખત રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવામાં આવે અને રત્ન કલાકારો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે…આ સાથે જે રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે તેવા પરિવારને આર્થિક મદદ કરવામાં આવે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કારખાના માલિકોને પણ વિનંતી કરવામાં આવી છે કે મુશ્કેલીના સમયમાં રત્ન કલાકારો નું થોડું ધ્યાન રાખે જેથી કરી આ મંદીનો માહોલ દૂર થાય અને રત્ન કલાકારો પોતાનું જીવન સારી રીતે જીવી શકે…ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાત સરકાર રત્ન કલાકારો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ !