સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
સુરતઃગુરુવારઃ સુરત જીલ્લાના માંડવી તાલુકાના જાખલા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રીએ બિરસા મુંડા ભગવાનની ગૌરવ દિનની ઉજવણી વિશે જણાવી કેન્દ્ર સરકારની પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના વિશે માહિતી આપી હતી. કોઇ પણ લાભાર્થી સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયાસો હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીદિલીપભાઈ.જે.ચૌધરી, કારોબારી સમિતી અધ્યક્ષ શ્રી, કમલેશભાઈ . એમ.ચૌધરી તા.પં.સભ્ય શ્રી ઓ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી ઓ ડેપ્યુટી કલેક્ટર શ્રી માંડવી કૌશિક.જાદવ અને તાલુકા વિકાસ અધિકારશ્રી આર.એલ.સોલંકી , ગામના સરપંચશ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈસીડીએસના સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહિતી આપી હતી. ઉપરાંત પશુપાલન માટે માર્ગ દર્શન આપ્યું તેમજ ICDS વિભાગ ના CDPO, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THR નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લ અને તેનું મહત્વ સમજાવવામાં આવેલ , ICDS તથા અન્ય વિભાગના લાભાર્થીઓ દ્વારા મેળવેલ લાભ મળ્યા બદલ સાફલ્ય ગાથાઓ રજુ કરવામાં આવી હતી.