વિકસીત સંકલ્પ યાત્રાના રથોનું ગામે ગામ ભવ્ય સ્વાગત
માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવીઃ
સુરતઃ ગુરૂવારઃ વિકસીત સંકલ્પ યાત્રા આજરોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સાદડી તથા મહુવાના અનાવલ અને તરકાણી ગામે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
સાદડી ગામે આયોજીત કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી સંજયભાઈ ચૌધરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન કરીને યોજનાઓની માહિતી આપી હતી. વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારી અને કર્મચારી દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, આયુષ્માન કાર્ડના લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત મિશન મંગલમ, ખેતીવાડી પ્રાકૃતિક ખેતી અને આઇસીડીએસના લાભાર્થી દ્વારા મેળવેલ લાભ બદલ સાફલ્યા ગાથા રજૂ કરવામાં આવી હતી.
આ અવસરે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી નરેશભાઈ પરમાર, વિસ્તરણ અધિકારી (આઈઆરડી) સંજયભાઈ ચૌધરી,વિસ્તરણ અધિકારી (ખેતીવાડી) દેવસિંગભાઈ ચૌધરી,નાબાર્ડના અધિકારીશ્રી કુંતલબેન સુરતી,ગામના અગ્રણી સ્નેહલભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી, SBIના અધિકારી, ICDS મુખ્ય સેવિકાશ્રી પલકબેન પટેલ, તાલુકા પંચાયતનો સ્ટાફ, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.