એન્ટરટેઇનમેન્ટલાઈફસ્ટાઇલ

અમી મોદી, એક ઉદ્યોગસાહસિક છે કે જેઓ એક MUSKMALLOW નામની ફેશન બ્રાન્ડના માલિક છે,

આ બ્રાન્ડ મહિલાઓની કોર્પોરેટ લાઈફ માટે સ્ટાઈલિશ અને કોમ્ફર્ટેબલ આઉટફિટ્સ બનાવે છે. અમીનો હેતુ કોર્પોરેટ ક્લચરમાં મહિલાઓનું ડ્રેસિંગ ફેશનેબલ તેમજ આરામદાયક બનાવવાનો છે. અમી પાવર ડ્રેસિંગનુ મહત્વ સમજે છે તેથી જ તે પાવર ડ્રેસિંગની મદદથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા ઈચ્છે છે.
તેઓ પોતાની સ્ટાઇલિંગની સમજણની મદદથી મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે, તેથી જ તેઓએ અમદાવાદમાં મહિલાઓ માટે ખાસ સેમિનાર “Polish & Poise” નું આયોજન કર્યું હતું.


જેમાં personality development , makeup, અને table etiquettes વિશે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં જલ્પા સોની અને અભીનીશા ઝૂબીન ગેસ્ટ સ્પીકર તરીકે ઉપસ્થિત હતા. જલ્પા સોની એક પ્રસિદ્ધ મેકઅપ આર્ટિસ્ટ છે જેઓ છેલ્લા ૫ વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છે, તેમણે મહિલાઓને રોજબરોજની લાઇફમાં કેવો મેકઅપ કરવો તેમજ પોતાની ત્વચાનું ધ્યાન કેવી રીતે રાખવુ એ બાબતની માહિતી આપી હતી. તેમજ અભીનીષા કે જેઓ એક બોડી ન્યુટ્રલીટી ઈનફ્લુએનસર છે તેમણે પોતાની લાઈફ જર્ની વિશે વાત કરીને મહિલાઓને સશક્તિકરણ માટે પ્રેરિત કર્યા હતા. અંતે અમી મોદીએ મહિલાઓ સાથે ઈમેજ કન્સલ્ટન્સીની વાત કરી હતી તેમજ તેમણે બોડી ટાઇપ, સ્કિન ટાઇપ તેમજ સ્ટાઇલિંગ વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી.
આ સેમિનારમા ભાગ લઈને મહિલાઓને ઘણી બાબતો જાણવા અને શીખવા મળી, જેમકે તેમના શરીરના તેમજ ત્વચાનો પ્રકાર જાણી શકશે,તેમજ તેમને કઈ જગ્યાએ કેવા કપડાં પહેરવા તેમજ કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ એ બધું જ શીખવા મળ્યુ.
અમી મોદીનુ કહેવું છે કે તેમના સેમિનારનો હેતુ મહિલાઓને સ્ટાઇલિંગની સમજ દ્વારા વધુ કોન્ફિડેન્ટ બનાવવાનો છે. તેથી જ આ સેમિનાર મહિલાઓ માટે પોતાની બોડી અને સ્કિનને વધુ જાણવાની અને સમજવાની આ એક ઉત્તમ તક હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button