લાયબ્રેરી બનાવવા માટે યુવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- લાયબ્રેરી બનાવવા માટે યુવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
હાલનો સમય જ્ઞાનનો છે. જ્ઞાન એ વગર યુવા પેઢીનું આગળનું કોઈ ભવિષ્ય નથી. એવા સમયે યુવાનોમાં વાંચનનું પ્રમાણ વધુ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે, વિદ્યાર્થીઓના લાયબ્રેરી બનાવવાના લાભાર્થે દિયોદરના સોનીથી ડૂચકવાડા રોડ, મુ. કોટડા(ફો) ખાતે આગામી તારીખ બીજી જાન્યુઆરીથી ભવ્ય યુવા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનારા છે.
આ અંગે આયોજન કરતા પ્રકાશ ચૌધરીએ કહ્યું હતું કે હાલના સમયમાં વિદ્યાર્થીઓને લાયબ્રેરીનું ખૂબ જ જરૂરી છે. એક ઉમદા આપનાર સાથે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. એક નવા અને ઉમદા વિચાર સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતની સાથે લાઇબ્રેરીનું નિર્માણ થાય અને યુવા પેઢીમાં વાંચન પ્રત્યે પ્રેરાય સાથે સાથે આ ઉમદા કાર્યમાં સૌ સ્નેહીજનોના સાથ અને સહકારથી આ કાર્ય પૂર્ણ થાય તેવી આશા અને અપેક્ષા ધરાવું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્રિકેટ મેચમાંથી આવક ઉભી કરીને સુંદર લાયબ્રેરીનું બનાવવામાં આવશે તેના અનેક વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં વાંચનમાં વધારો થશે અને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી થશે.
બીજી જાન્યુઆરીથી ભવ્ય નાઈટ ક્રિકેટ યુવા ટુર્નામેન્ટની શરૂઆત થશે
આ યુવા ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ ઉમદા વિચાર સાથે વિદ્યાર્થીઓ અને યુવાનો વાંચનની અભિરુચિ વધે તે માટે આયોજન કરવામાં આવનાર છે. બીજી જાન્યુઆરીથી શરુઆત થશે અને આખો મહિનો ચાલશે. લગભગ ૬૪ કરતા વધુ ટીમો ભાગ લેશે.
વિજેતા ટીમને એકાવન હજારનું ઇનામ આપવામાં આવશે
આ ભવ્ય ક્રિકેટ મેચનું આયોનજમાં વિજેતા ટીમને એકાવન હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે અને ઉપવિજેતાને એકવીસ હજારનું ઈનામ આપવામાં આવશે.