ગુજરાત

લેન્ક્સેસએ ઝગડીયા સાઇટ્સ ખાતે હેનોદિવ ઉત્પાદન પ્લાન્ટનું વિસ્તરણ પૂર્ણ કર્યુ 

લેન્ક્સેસએ ઝગડીયા સાઇટ્સ ખાતે હેનોદિવ® ઉત્પાદન પ્લાન્ટનું વિસ્તરણ પૂર્ણ કર્યુ

 

ઝગડીયા સાઇટ ખાતે હેનોદીવ® (Rhenodiv®) માટે BU હેઇન કેમીની નવી ઉત્પાદન લાઇન કાર્યરત

ભારતીય ઉપખંડો અને એશિયાન માર્કેટ્સની વધી રહેલી માંગને સંતોષશે

 

મુંબઇ, 26 ફેબ્રુઆરી, 2024 – સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસએ ઝગડીયામાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ પોતાની હેનોદીવ® (Rhenodiv®)નું વિસ્તરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે અને તેને કાર્યરત કર્યુ છે. આ નવી સવલત સાથે કંપનીનું હેઇન કેમી યુનિટે તેની ઉત્પાદન કાર્યક્ષમતાને નોંધપાત્ર રીતે વધારી છે અને તે ભારતીય ઉપખંડો અને એશિયન ટાયર અને રબરના માલના બજારોની વધી રહેલી માંગને સંતોષવા માટે સક્ષમ બનશે.

 

નવી ઉત્પાદન લાઇનમાં અદ્યતન ઇક્વીપમેન્ટ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે લેન્ક્સેસને ઉચીં ગુણવત્તાવાળી ટેકનોલોજી ટeયર રિલીઝ એજન્ટસનું કાર્યક્ષમતાપૂર્વક ઉત્પાદન કરવાની મંજૂરી આપે છે. લેન્ક્સેસ આવી જ એક સવલત આર્જેન્ટીનામાં પણ ધરાવે છે.

 

ઊંચુ પ્રદર્શન આપતા ટાયર્સ અને મોલ્ડેડ ઇલાસ્ટોમર પ્રોડક્ટ્સનું ઉત્પાદન અસરકારક રિલીઝ એજન્ટ્સના વપરાશ પર નિર્ભર છે. પ્રોસેસ સેફ્ટી અને ઓછો સ્ક્રેપ દર ટાયર્સ અને મોલ્ડેડ ઇલાસ્ટોમર સાધનોના અસરકારક ઉત્પાદન માટે મહત્ત્વના છે. હેનોદીવ® રિલીઝ એજન્ટ્સ સખતપણે પાણી આધારિત, સોલ્વન્ટમુક્ત* અને વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્ઝ (VOCs)થી મુક્ત છે અને તેથી પર્યાવરણલક્ષી પણ છે.

 

લેન્ક્સેસ હેઇનકેમી બિઝનેસ એકમ ઉકેલો, બજાર સમજણ, ઉત્પાદન જાણકારી અને વ્યાપક સેવા ધરાવે છે જે તેના ગ્રાહકોને પ્રોસેસ શ્રૃંખલાના પ્રત્યેક તબક્કે ટેકો આપે છે.

 

આ પ્રગતિ પર ટિપ્પણી કરતા લેન્ક્સેસ એજીના વ્યવસ્થાપન બોર્ડના સીઇઓ અને ચેરમેન મેથ્થીયાસ ઝેચર્ટએ જણાવ્યું હતુ કે “ભારત અમારા માટે અગત્યનો પ્રદેશ છે અને આ વ્યૂહાત્મક સીમાચિહ્ન આ પ્રદેશમાંના અમારા મૂલ્યવાન ગ્રાહકોની વધી રહેલી માંગને પહોંચી વળવા તરફેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. નવી સવલત ફક્ત અમારી ઉત્પાદન ક્ષમતાને જ વિસ્તૃત બનાવે છે એટલુ જ નહી પરંતુ ભારતીય માર્કેટની પુષ્કળ તકોમાં અમારો વિશ્વાસ પણ છતો કરે છે.”

 

હેઇન કેમી બિઝનેસ એકમના વૈશ્વિક વડા ડૉ. જેન્સ હેન્ડ્રીક ફિશરએ જણાવ્યું હતુ કે “અમારા ઝગડીયા સાઇટ ખાતે હેનોદીવ® ઉત્પાદન લાઇનનું વિસ્તરણ લેન્ક્સેસ ઇન્ડિયા માટે નોંધપાત્ર સીમાચિહ્નની નિશાની છે. તે રબર ઉદ્યોગ માટેના વિશ્વસનીય ભાગીદાર તરીકેની અમારી સ્થિતિને વેગ આપે છે અને નવીનતા અને ટકાઉતા તરફે અમારી પ્રતિબદ્ધતાનું નિદર્શન કરે છે. ટીમને તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા માટે હુ મારી શુભેચ્છા આપુ છું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button