છેલ્લા બે માસથી મહિધરપુરા પો.સ્ટે.ના ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શમન એકટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર મહીધરપુરા પોલીસ

છેલ્લા બે માસથી મહિધરપુરા પો.સ્ટે.ના ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શમન એકટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર મહીધરપુરા પોલીસ
સુરત શહેર પોલીસ કમિશનર સા.શ્રી તથા મા. સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી “સેકટર-૧” નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સારૂ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી “ઝોન-૩” તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી “ઇ” ડીવીઝન નાઓની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી જે.બી.ચૌધરી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ તેમજ II પો.ઇન્સ.શ્રી યુ.જે.જોષી નાઓની રાહબરી હેઠળ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.સ.ઇ. એ.જે.વણઝારા નાઓની બાતમી આધારે મહિધરપુરા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૩૦૨૪૦૨૧૪/૨૦૨૪ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ કલમ ૩,૪,૫,૭ તથા ઇ.પી.કો. કલમ ૩૭૦(ક)(૨) મુજબના ગુન્હાના કામના છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે…..