એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.635 અને ચાંદીમાં રૂ.1,632નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.25ની વૃદ્ધિ
- એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.635 અને ચાંદીમાં રૂ.1,632નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.25ની વૃદ્ધિ
- નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54,109 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવરઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15,456 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 47,640 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.18.32 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.63,114.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,455.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.47640 કરોડનો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર, 22 મેના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54,109 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
ગુરૂવારના સત્રમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,681ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,681 અને નીચામાં રૂ.72,111 ના મથાળે અથડાઈ, રૂ.635ના ભાવઘટાડા સાથે રૂ.72,411ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.597 ઘટી રૂ.58,940 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.7,126ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.614 ઘટી રૂ.72,413ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.92,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.92,840 અને નીચામાં રૂ.90,340 ના મથાળે અથડાઈ, રૂ.1,632ના કડાકા સાથે રૂ.91,381 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,610 ઘટી રૂ.91,345 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,630 ઘટી રૂ.91,316 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂ.894.85ના ભાવે ખૂલી, રૂ.4.80 ઘટી રૂ.891.35 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.239.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.60 ઘટી રૂ.240.35 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.192.25 જસત-મિની મે વાયદો રૂ.0.20 વધી રૂ.271.80 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,455ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,527 અને નીચામાં રૂ.6,419 ના મથાળે અથડાઈ, રૂ.25 વધી રૂ.6,517 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.24 વધી રૂ.6,516 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.233ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.235.40 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.3 વધી 235.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,360 અને નીચામાં રૂ.55,900 ના મથાળે અથડાઈ, રૂ.340 વધી રૂ.56,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.927.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,522.17 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,178.86 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.409.22 કરોડનાં 13,581 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,135.67 કરોડનાં 52,212 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.330.66 કરોડનાં 4,818 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.92.65 કરોડનાં 1,610 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.2,119.05 કરોડનાં 9,515 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.654.64 કરોડનાં 8,314 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.27.92 કરોડનાં 102 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.69 કરોડનાં 110 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.18.32 કરોડનાં 195 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 380 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 18,831 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,845 અને નીચામાં 18,700 બોલાઈ, 145 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 191 પોઈન્ટ ઘટી 18,804 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 47640 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.147.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.186.20 અને નીચામાં રૂ.142.90 ના મથાળે અથડાઈ, રૂ.9.90 વધી રૂ.182.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.50 ખૂલી, ઉપરમાં રૂ.4.15 અને નીચામાં રૂ.1.20 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.3.95 થયો હતો.
સોનું મે રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.99.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.100 અને નીચામાં રૂ.31.50 ના મથાળે અથડાઈ, રૂ.94 ઘટી રૂ.46 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330 ખૂલી, ઊપરમાં રૂ.330 અને નીચામાં રૂ.113 રહી, અંતે રૂ.236.50 ઘટી રૂ.195.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,560.50ના ભાવે ખૂલી, રૂ.813.50 ઘટી રૂ.1,553.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,500.00ના ભાવે ખૂલી, રૂ.801.50 ઘટી રૂ.1,508.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.15.55 વધી રૂ.185 નેચરલ ગેસ-મિની મે રૂ.235 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.6.35 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.210.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.220.70 અને નીચામાં રૂ.159.20 ના મથાળે અથડાઈ, રૂ.16.50 ઘટી રૂ.163.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.65 ખૂલી, ઉપરમાં રૂ.4.30 અને નીચામાં રૂ.2.75 રહી, અંતે રૂ.0.40 વધી રૂ.3.70 થયો હતો.
સોનું મે રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.144.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.344.50 અને નીચામાં રૂ.135.50 ના મથાળે અથડાઈ, રૂ.150.50 વધી રૂ.239.50 થયો હતો, જ્યારે સોનું-મિની મે રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.149.50 ખૂલી, ઊપરમાં રૂ.336.50 અને નીચામાં રૂ.110 રહી, અંતે રૂ.143.50 વધી રૂ.231 થયો હતો.
ચાંદી જૂન રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,989.50ના ભાવે ખૂલી, રૂ.310.50 વધી રૂ.2,001 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,700.00ના ભાવે ખૂલી, રૂ.369.50 વધી રૂ.1,993.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.4.30 ઘટી રૂ.168.10 થયો હતો.