શિક્ષા

ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ તાલુકાની ત્રણ શાળાના ૪૩ ભૂલકાઓનું નામાંકન કરાયુ.

પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલબેગ,નોટબુક, ફળો, રમકડાની કીટ આપી પ્રોત્સાહિત કરાયા

Surat News: શિક્ષણને વેગ આપવા તેમજ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે ‘ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણ’ની થીમ સાથે સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે બીજા દિવસે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાની ત્રણ શાળાઓમાં આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ના ૪૩ ભૂલકાઓનું નામાંકન કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીએ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે દિકરીઓના શિક્ષણમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છોડીને જતાં બાળકોનું પ્રમાણ ઘટ્યું છે. જેથી ગામ અને તાલુકામાં શિક્ષણનું પ્રમાણ વધે અને આખા સમાજનો વિકાસ થાય.

આ અવસરે ધારાસભ્યશ્રીએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, બેગ, વૉટરબોટલ સહિતની અન્ય ભેટ આપી તેઓને પ્રોત્સાહન આપ્યું હતું. ચાંદણિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૦૭, ગીજરમ પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૦૪, બાલવાટિકામાં ૦૭, ધો.૧માં ૦૩,શાહ નવાપરા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૦૨, બાલવાટિકામાં ૨૦ એમ કુલ પ્રાથમિક શાળામાં ૪૩ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી કપિલાબેન પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડ, અગ્રણીઓ કિશનભાઇ પટેલ દિપકભાઇ વસાવા, જગદીશભાઇ ગામીત, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button